સુરજકુંડમાં મોદી બોલ્યા, “પીએમજી તમે દેશ માટે કેમ નથી બનતા 'સિંઘમ'”

મુખ્યમંત્રીએ કેટલાક પ્રશ્નોના જવાબ માંગતા કહ્યું છે, "પીએમજી એ વાતનો જવાબ આપો કે સોનિયાજી યુએસથી પરત ફર્યાના બીજા જ દિવસે શા માટે એફડીઆઇને મંજૂરી આપવામાં આવી? એફડીઆઇ મુદ્દે તમે સિંઘમ બન્યા તો પછી દેશના કલ્યાણઅર્થે તમે ક્યારે તમારું સાહસ દેખાડશો? કોલ સ્કેમમાં કોંગ્રેસની સીધી સંડોવણી છે અને દેશ તેનો જવાબ માંગી રહ્યો છે."
આ ઉપરાંત હરિયાણા અને ગુજરાત વચ્ચેના સંબંધો અંગે પણ તેમણે જણાવ્યું છે કે, હરિયાણા અને ગુજરાત વચ્ચે જુના સંબંધો છે. કુરુક્ષેત્ર પછી શ્રીકૃષ્ણ ગુજરાત આવ્યાં હતા. એજ રીતે મહર્ષી દયાનંદ સરસ્વતી ગુજરાતથી પંજાબ અને હરિયાણા આવ્યાં હતા. હું હરિયાણામાં પક્ષના કામ માટે છ વર્ષ રોકાયો હતો. હરિયાણા પ્રત્યે મને ઘણો લગાવ છે. હરિયાણા આસાનીથી નંબર વન બની શકે છે.












Click it and Unblock the Notifications
