For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...તો PM કેન્ડિડેટ માટે દીપિકા પાદૂકોણ કેમ નહીં?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 ડિસેમ્બરઃ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા કારમા પરાજય બાદ પાર્ટીમાં વાદ-વિખવાદ શરૂ થઇ ગયા છે કે, નરેન્દ્ર મોદીને ટક્કર આપવા માટે પીએમ પદના ઉમેદવાર તરીકે કોને ઉતારવામાં આવે. વાત જો રાહુલ ગાંધીની કરવામાં આવે તો, પાર્ટીના ઉપાધ્યક્ષના પદને છોડીને અત્યારસુધીમાં એકપણ જવાબદારી ઉઠાવવાને લઇને તે ગંભીર જોવા મળ્યા નથી. આ ગંભીર મુદ્દાએ એવી સ્થિતિનું નિર્માણ કર્યું છેકે, હવે કોંગ્રેસ પાર્ટીની અંદર વડાપ્રધાન પદની ઉમેદવારીને લઇને અન્ય નામો પર પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન આધાર યોજનાના કર્તા ધર્તા નંદન નિલેકણીના રૂપમાં એક ચોંકાવનારુ નામ બહાર આવ્યું છે.

deepika-padukone-rahul-gandhi
જો કે આ ચર્ચાઓને લઇને ટીકાઓ શરૂ થઇ ગઇ છે અને પાર્ટીને અનેક સલાહ પણ આપવામાં આવી રહ્યાં છે, પ્રીતીશ નાંદી અનુસાર જો કોંગ્રેસ પ્રદર્શન માટે ઇનામ જ આપવા માગે છે તો પછી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે દીપિકા પાદૂકોણનું નામ કેમ નહીં, તેમનામાં શું ખોટ છે? આ વાત પર પૃષ્ટિકરણ આપતા નંદીએ કહ્યું કે દીપિકાએ સતત ચાર હીટ ફિલ્મો આપી છે. નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ કોંગ્રેસ સુપ્રિમો સોનિયા ગાંધીએ મીડિયાની સામે આવીને કહ્યું હતું કે આ વખતે ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે.

આ જાહેરાત બાદ હવે કોંગ્રેસમાં અંદરખાને એવી ચર્ચા શરૂ થઇ ગઇ છે કે પાર્ટીના પીએમ પદના ઉમેદવાર કોણ? જો રાહુલ ગાંધી ફરી એકવાર કમાન સંભાળવાની ના પાડી દે તો આ સ્થિતિમાં કોના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવે. દાવેદારોની યાદીમાં નાણામંત્રી ચિદમબરમ, રક્ષામંત્રી એકે એન્ટોની અને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેનું નામ પહેલાથી જ છે, પરંતુ એખ નામની વાઇલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી થઇ છે. અંગ્રેજી સમાચાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, સૂત્રો જણાવે છે કે, કોંગ્રેસ આધાર યોજનાના કર્તા ધર્તા નીલેકણીને લોકસભાની ચૂંટણીમાં પોતાનો ચહેરો બનાવી શકે છે.

English summary
Author, Journalist and MP Pritish Nandy dig at congress and twitted, If you want to reward "performance", why not Deepika Padukone for PM candidate?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X