પંજાબ મુદ્દે કેજરીવાલનો વિપક્ષ પર પલટલાર, કહ્યું-75 વર્ષમાં AAP સરકાર જેવો વિકાસ કેમ નહીં?

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબના વિકાસ માટે વિપક્ષ પર નિશાન સાધ્યું છે.

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બર : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબના વિકાસ માટે વિપક્ષ પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે સવાલ કર્યો કે પંજાબમાં 6 મહિનામાં જે થયું, તે સત્તામાં રહીને વિપક્ષી પાર્ટીઓ 75 વર્ષમાં કેમ ન કરી શકી? રાજ્યની AAP સરકારના વખાણ કરતા તેમણે કહ્યું કે સીએમ ભગવંત માને આજે પંજાબમાં વીજળી ફ્રી કરી છે. આરોગ્ય, શિક્ષણ અને રોજગારની દિશામાં વધુ સારું કામ થયું છે.

AAP government

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં AAP સરકારના 6 મહિના પૂર્ણ થવા પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે, સીએમ ભગવંત માને પંજાબમાં છેલ્લા 6 મહિનામાં 100 મોહલ્લા ક્લિનિક્સ બનાવ્યા. સાથે જ AAP સરકારે વીજળી ફ્રી આપી. પંજાબમાં બેરોજગારી દૂર કરવા માટે પણ પગલાં લેવામાં આવ્યા હતા. ત્યાં અત્યાર સુધીમાં 17,000 નોકરીઓ આપવામાં આવી છે. જ્યારે 8,000 શિક્ષકોને નિયમિત કરવામાં આવ્યા છે.

પંજાબની વર્તમાન સરકારના વખાણ કરતા AAPના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું કે, જો સીએમ ભગવંત માન 6 મહિનામાં આટલું કામ કરી શકતા હોય તો વિરોધ પક્ષોએ 75 વર્ષમાં કેમ ન કર્યું? આ બતાવે છે કે આમ આદમી પાર્ટીનો ઈરાદો સ્પષ્ટ છે પરંતુ વિરોધ પક્ષો તેને કામ કરવા દેતા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X