'હું કેમ સૉરી બોલુ, જ્યારે મે...', મોદી-શાહને દૂર્યોધન અને દુશાસન કહેનાર ટીએમસી ધારાસભ્યએ શું કહ્યુ હતુ?

પશ્ચિમ બંગાળના ટીએમસીના ધારાસભ્ય અને મહિલા નેતા સાવિત્રી મિત્રા મુખર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર કરેલી ટિપ્પણી પર માફી માંગવાનુ કહેતા તેમણે માફી માંગવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

TMC MLA Sabitri Mitra Mukherjee: ગુજરાત વિધાનસભા અને દિલ્લી એમસીડી ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય પક્ષોમાં એકબીજા પર અપમાનજનક ટિપ્પણીઓ કરવાની હોડ લાગી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને લઈને કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ થયા બાદ હવે પશ્ચિમ બંગાળના ટીએમસીના ધારાસભ્ય અને મહિલા નેતા સાવિત્રી મિત્રા મુખર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર અપમાનજનક ટિપ્પણી કરી. જેના કારણે તેઓ હાલમાં વિવાદોમાં છે. આ ટિપ્પણી પર માફી માંગવાનુ કહેતા તેમણે માફી માંગવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.

શું કહ્યુ હતુ સાવિત્રી મુખર્જીએ?

શું કહ્યુ હતુ સાવિત્રી મુખર્જીએ?

વાસ્તવમાં, રવિવારે પોતાના મતવિસ્તારમાં એક જાહેર સભાને સંબોધતા સાવિત્રી મુખર્જીએ કહ્યુ, 'હું અમિત શાહજીને કહીશ, હું મોદીજીને કહીશ, હું પશ્ચિમ બંગાળના ભાજપના અન્ય નેતાઓને કહીશ કે તમે બધા દૂર્યોધન અને દુશાસન છો.' સાવિત્રી મુખર્જીની આ ટિપ્પણી બાદ ભાજપના ધારાસભ્યોએ વિરોધ કર્યો છે. બંગાળ એસેમ્બલીની બહાર સાવિત્રી મિત્રા મુખર્જી વિરુદ્ધ અને માફીની માંગણી કરી. જે બાદ સાવિત્રી મિત્રા મુખર્જીએ કહ્યુ હતુ કે તેમણે પીએમ મોદી કે ગૃહમંત્રી શાહને 'દુર્યોધન અને દુશાસન' નથી કહ્યુ તો તે શા માટે માફી માંગશે.

શા માટે મારે એ બાબતો માટે સૉરી ફીલ કરવુ જોઈએ..?

શા માટે મારે એ બાબતો માટે સૉરી ફીલ કરવુ જોઈએ..?

સોમવારે ભાજપના ધારાસભ્યોએ પશ્ચિમ બંગાળ વિધાનસભાની બહાર સાવિત્રી મિત્રા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ, તેમની ટિપ્પણી માટે માફી માંગવાની માંગ કરી. જોકે, ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા ધારાસભ્ય સાવિત્રી મુખર્જીએ માફી માંગવાનો ઈન્કાર કર્યો હતો. ટીએમસીના નેતા સાવિત્રી મુખર્જીએ કહ્યુ, 'મેં ન કહી હોય તેવી ટિપ્પણીઓ માટે શા માટે માફી માંગવી જોઈએ?' શા માટે મારે એ બાબતો માટે સૉરી ફીલ કરવુ જોઈએ..? મે પીએમ કે એચએમને 'દુર્યોધન અને દુશાસન' નથી કહ્યા. ભાજપના નેતાઓએ કહ્યુ કે ટીએમસી કૂતરાઓની પાર્ટી છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તુલના 'સુપર્ણખા' સાથે કરી. મારી ટિપ્પણી ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલી આવી અપમાનજનક ટિપ્પણી પર છે.

'મમતા બેનર્જી આવુ બોલવાની તાકાત આપે છે..'

'મમતા બેનર્જી આવુ બોલવાની તાકાત આપે છે..'

સાવિત્રી મિત્રાની ટિપ્પણીનો વિરોધ કરી રહેલા બીજેપી ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કહ્યુ કે, 'દેશના ટોચના નેતાઓ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાની આ સંસ્કૃતિ TMC નેતાઓમાં છે. અમને આશ્ચર્ય થાય છે કે તેની પાસે આવી ટિપ્પણી કરવાની હિંમત કેવી રીતે છે. મમતા બેનર્જી એટલી શક્તિ આપે છે કારણ કે તે પોતે આવી ભાષા વાપરે છે.

'સાબિત્રી મિત્રા ઝેર ઓકે છે અને કહે છે કે ગુજરાતીઓએ..'

સાવિત્રી મિત્રાના ભાષણનો વીડિયો શેર કરતા સુવેન્દુ અધિકારીએ ટ્વિટ કર્યુ, 'તે (સાબિત્રી મિત્રા) તેમના સર્વોચ્ચ નેતા (મમતા બેનર્જી) ના પગલે ચાલીને માનનીય પીએમ અને માનનીય ગૃહમંત્રીને આજે માલદામાં એક રાજકીય રેલીમાં દૂર્યોધન અને દુશાસન બોલાવ્યા. પરંતુ, તેમનો ગુજરાતીઓ પ્રત્યેની નફરત સમજથી પરે છે. તેમણે ગુજરાતની જનતાને રાષ્ટ્ર વિરોધી ગણાવી છે. અન્ય ટ્વિટમાં, સુવેન્દુ અધિકારીએ કહ્યુ, 'સાબિત્રી મિત્રા ઝેર ઓકે છે અને કહે છે કે ગુજરાતીઓએ ભારતને બ્રિટિશ શાસન હેઠળ રાખવાના હેતુથી અંગ્રેજોને શસ્ત્રો પૂરા પાડ્યા હતા અને અને બાપુ અને પટેલની 'વિખ્યાત ભૂમિ'નુ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં કોઈ યોગદાન નહોતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X