રાહુલ ગાંધીના કારણે નીલસન સર્વેમાં નરેન્દ્ર મોદી ટોપ પર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ સર્વેક્ષણ કંપની એબીપી નેલસન દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના નામને સૌથી ઉપર ચાલી રહ્યું છે. સર્વે કહે છે કે જો અત્યારે લોકસભા ચૂંટણી કરવામાં આવે થો ભાજપને 543માંથી 210 બેઠકો મળશે, જ્યારે કોંગ્રેસનું 81 બેઠકો સાથે પત્તુ સાફ થઇ જશે. તેની પાછળનું સૌથી મોટ કારણ છે રાહુલ ગાંધી.

narendra-modi-601
સર્વે અનુસાર મોટા શહેરોમાં લોકપ્રીયતા હોવા છતાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી 11 બેઠકો જીતી શકશે. આ પ્રકારે એનડીએ 226 બેઠકો જીતીને ગત દસ વર્ષથી સત્તાધીશ યુપીએ સરકારને ઉખેડીને ફેંકી શકતી પરંતુ બહુમતના જાદુઇ આંકડાથી તે દૂર થઇ જશે. યુપીએ માત્ર 101 બેઠકો સુધી સીમિત રહેશે અને આ બધા માટે રાહુલ ગાંધી કેવી રીતે જવાબદાર હશે તે અંગે ચર્ચા કરીશું.

વર્તમાન કેન્દ્રની સત્તા કોંગ્રેસ પાસે છે અને દેશે યુપીએને 10 વર્ષ આપ્યા તેમ છતાં જ્યારે ચર્ચા અને ભાષણ કરવામાં આવે છે, તો પોતાની ઉપલબ્ધિઓ ગણાવવા માટે યુપીએ પાસે કોઇ શબ્દ રહેતા નથી. રાહુલ ગાંધીના દરેક ભાષણમાં આરટીઆઇ, લોકપાલ બિલ વિગેરે સિવાય કોઇ ચર્ચા નથી કરી શકતા. કારણ કે યુપીએ કાયદા પાસ કરાવવા સિવાય જેટલા પણ કામ કર્યા તેમાં મોટાભાગમાં ભ્રષ્ટાચારના મામલા બહાર આવ્યા, જેથી હવે રાહુલ એવી એકપણ ઉપલબ્ધિઓની ચર્ચા નથી કરી શકતા, જેમાં ભ્રષ્ટાચાર થયો. આ કારણ છે કે રાહુલ ગાંધીએ દરેક ભાષણમાં હવે માત્ર ભવિષ્યની વાતો હોય છે.

જો નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો તેઓ વર્તમાનની વાતો કરે છે. મોદીએ અત્યારસુધી જેટલી પણ રેલીઓ કરી છે, તેમાં ગુજરાતના વિકાસની ચર્ચા સૌથી પહેલા આવે છે અને એ વિકાસ આખા દેશમાં પરિલક્ષિત કરવાની વાત કરે છે. એસઆઇટીના રિપોર્ટમાં ક્લીન ચિટ થયા પછી મુલાયમ સિંહ યાદવે જેવા નેતા ગુજરાત રમખાણોના ઘા તાજા કરી પોતાની નહીં પરંતુ મોદીની ટીઆરપી વધારી રહ્યાં છે.

English summary
Survey done by ABP Neilson has shown that Gujarat chief minister and BJP's PM candidate Narendra Modi is top choice for prime minister post. Here is the main reason.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.