Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારત જોડો યાત્રા રોકવા રાહુલ ગાંધીને પત્ર કેમ લખાયો? જાણો શું કહ્યું આરોગ્યમંત્રીએ?

દુનિયામાં કોરોનાના વધતા કેસ વચ્ચે ભારત સરકાર દ્વારા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા રોકવા માટે કહેવાયુ છે. જેને લઈને વિવાદ થઈ રહ્યો છે.

નવી દિલ્હી : હાલ વિશ્વમાં કોરોના ફરીથી માથુ ઉચકી રહ્યો છે અને કેટલાક દેશોમાં મોટા પાયે મોતના સમાચાર પણ છે. આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં ચીન અને અમેરિકા સહિતના ઘણા દેશોમાં મોટા પાયે કેસ વધી રહ્યા છે. હવે ભારત સરકાર પણ એલર્ટ જોવા મળી છે ત્યારે દેશમાં રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા રોકવા માટે પત્ર લખાયો હતો. હવે આ પત્ર મુદ્દે નિવેદનબાજી થઈ રહી છે.

Bharat Jodo Yatra

રાહુલ ગાંધીની આગેવાની વાળી ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર જઈ રહી છે. આ યાત્રાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાઈ રહ્યા છે. બીજી તરફ હવે કેસ વધતા કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ રિવ્યુ મીટિંગ કરી હતી. મીટિંબ બાદ મનસુખ માંડવિયા રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા રોકવા માટે પત્ર લખ્યો હતો.

મનસુખ માંડવિયાએ કહ્યું કે, રાજસ્થાનમાં કોરોના ન ફેલાય તેની ખાતરી મેં નિષ્ણાતોના મંતવ્યો લીધા અને રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રામાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા લખ્યુ છે.

કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, રાજસ્થાનના 3 સાંસદોએ મને પત્ર લખીને જણાવ્યું છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રાના સહભાગીઓ કોવિડ-19 પોઝીટીવ જોવા મળ્યા છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પણ આ મુલાકાતમાં આવ્યા બાદ કોરોના પોઝિટીવ આવ્યા હતા. દેશમાં કોવિડ 19 ન ફેલાય તે સુનિશ્ચિત કરવાની મારી ફરજ છે. જો કોઈ એવું વિચારે કે મંત્રી તેને પ્રશ્ન કેવી રીતે કરી શકે તો તેની માનસિકતાનું આપણે શું કરી શકીએ? આ અંગે મને પ્રશ્ન કરવો એ મારી ફરજમાં અવરોધ સમાન છે.

અહીં તમને જણાવી દઈએ કે, હાલ ચીન, જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં કોરોનાના કેસોમાં અચાનક મોટો વધારો થઈ રહ્યો છે. આ વધારા વચ્ચે ભારત સરકાર એલર્ટ મોડ પર છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ અને નિષ્ણાતોની સમીક્ષા બેઠક પણ યોજી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કોવિડ હજુ ખતમ નથી થયો. મેં તમામ સંબંધિતોને સતર્ક રહેવા અને તકેદારી મજબૂત કરવા નિર્દેશ આપ્યો છે. અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X