નક્સલી હુમલામાં મોટો ખુલાસો, કાફલાનો રૂટ છેલ્લી ઘડીએ બદલાયો !
નવી દિલ્હી, 27 મે: છત્તીસગઢમાં નક્સલી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સૂત્રોના હવાલેથી એમ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસી નેતાઓનો કાફલો પહેલાં બીજા રસ્તેથી જવાનો હતો. પરંતુ સ્થાનિક નેતાના કહેવાથી કાફલાનો રસ્તો બદલવામાં આવ્યો હતો. જ્યારે પહેલાં કોઇ બીજા રસ્તા પરથી કોંગ્રેસનો કાફલો પસાર થવાનો હતો. આ પ્રકારે સુકમાથી જગદલપુર રૂટ બદલવાના મુદ્દે હવે પ્રશ્નો ઉભા થયા છે. એમ કહેવામાં આવી રહ્યું છે કે કાફલા રૂટ છેલ્લી ઘડીએ કેમ બદલવામાં આવ્યો.

જાણકારો એમ પણ જણાવે છે કે નક્સલી વિસ્તારમાંથી જે રસ્તો પસંદ કરવામાં આવ્યો હતો તે રસ્તા પરથી આવવું ન જોઇએ. જો કે આ દરમિયાન જે રસ્તા પરથી કાફ લો ગયો હતો તે જ રસ્તો પરત આવવા માટે પસંદ કરવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે નક્સલી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યાં છે જેમાં કોંગ્રેસના કેટલાક નેતઓનો સમાવેશ થાય છે.
આ છે હુમલાના કાવતરાના 7 માસ્ટર માઇન્ડ
1. પંકજ ઉર્ફે ગગન્ના
2. કમાંડર વાઇ ટૂ
3. કમાંડર ગજરાલા
4. કમાંડર અશોક
5. કમાંડર વિનોદ હુંગા
6. કમાંડર બરહૂ
7. કમાંડર માસા












Click it and Unblock the Notifications
