For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પતિની શહાદત બાદ હવે પત્ની પહેરશે આર્મી યૂનિફોર્મ અને પૂરું કરશે તેમનું સપનું

પતિની શહાદત બાદ હવે પત્ની પહેરશે આર્મી યૂનિફોર્મ

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ડિસેમ્બર 2017માં અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત-ચીન સીમા પ એક શેલ્ટર હોમાં આગ લાગવાના કારણે મેજર પ્રસાદ મહાદિકનું ભયંકર મોત થયું હતું. દુર્ઘટના સમયે મેજર મહાદિક ભારત-ચીન સીમા પર પોતાની ચોકી પર હતા. હવે શહીદ મેજરની પત્ની ગૌી મહાદિકે યૂનિફોર્મ પહેરી પોતાના શહીદ પતિનું દરેક સપનું પૂરું કરવાનું ધારી લીધું. 32 વર્ષીય ગૌરી મહાદિક જલદી જ સેનામાં લેફ્ટિનેન્ટ રેન્ક પર ઑફિસર હશે અને તેની સાથે જ તે દેશની બાકી મહિલાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બનશે.

એસએસબી એક્ઝામ ટૉપર ગૌરી

એસએસબી એક્ઝામ ટૉપર ગૌરી

પોતાના પતિના આકસ્મિક નિધનના અહેવાલ સાંભળીને 32 વર્ષીય ગૌરીએ નક્કી કરી લીધું કે તે કોઈપણ રીતે સેનામાં સામેલ થશે. ગૌરીણે પ્રણ લીધો અને ડિસેમ્બરમાં તેમણે સર્વિસ સિલેક્શન બોર્ડ એસએસબીની પરીક્ષા પાસ કરી છે. આ પરીક્ષા 30 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ભોપાલમાં લેવાઈ હતી. ગૌીએ આ પરીક્ષામાં ટૉપ કર્યું અને હવે તે ચેન્નઈ સ્થિત ઑફિસર્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટમાં એક વર્ષ સુધી આકરી ટ્રેનિંગનો ભાગ બનશે. ગૌરી આ સમયે મુંબઈના વિરારમાં રહે છે. ટ્રેનિંગ પૂરી કર્યા બાદ ગૌરી આગલા વર્ષે લેફ્ટિનેન્ટ સેનાનો ભાગ બનશે.

16 ઉમેદવારોમાં એક હતી ગૌરી

16 ઉમેદવારોમાં એક હતી ગૌરી

ગૌરીએ જણાવ્યું કે, વોર વિડોઝ માટે નોન-ટેક્નિકલ કેટેગરીમાં એક લેફ્ટિનેન્ટ તરીકે કમીશંડ હસે. એસએસબીની પરીક્ષામાં 16 ઉમેદવારો હતા અને ગૌરી મહાદિક ટૉપર રહી છે. હવે ગૌરી 49 અઠવાડિયાની આકરી પરીક્ષામાંથી પસાર થશે અને માર્ચ 2020માં તે સેનામાં ઑફિસર બનીને સામેલ થઈ જશે. ગૌરીએ આગણ જણાવ્યું કે એસએસબી પરીક્ષા એવા રક્ષાકર્મીઓની વિધવા માટે હોય છે જેમનું મૃત્યુ મુશ્કેલ હાલાતનો સામનો કરતાં થઈ હોય. ત્રણ સેન્ટર્સ, બેંગ્લોર, ભોપાલ અને અલ્હાબાદથી 16 ઉમેદવારોને એસએસબી માટે પસંદ કર્યા હતા.

વર્ષ 2015માં થયાં હતાં લગ્ન

વર્ષ 2015માં થયાં હતાં લગ્ન

વર્ષ 2015માં તેમના લગ્ન મેજર પ્રસાદ મહાદિક સાથે થયાં હતાં અને હાલ તેઓ પોતાના સાસુ-સસરા સાથે વિરારમાં જ રહે છે. ગૌરીની સાથે બાકી ઉમેદવારોને કંબાઈન્ડ ડિફેન્સ સર્વિસિઝ તરફથી લેવાયેલ લેખિત પરીક્ષામાંથી છૂટ આપી દેવામાં આવી હતી. તેમને સીધીજ ભોપાલમાં લેવાયેલ મૌખિક પરીક્ષા માટે કૉલ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભોપાલમાં એક્ઝામ સેન્ટરમાં તેમને એ જ ચેસ્ટ નંબર 28 આપવામાં આવ્યો હતો જે તેમના પતિ પ્રસાદને ઓટીએમાં સિલેક્શન સમયે મળ્યો હતો. ગૌરી એક કંપની સેક્રેટરી હતી અને એક વકીલ છે.

બટાલિયનના બેસ્ટ ઑફિસર હતા મેજર

બટાલિયનના બેસ્ટ ઑફિસર હતા મેજર

પતિની શહાદત બાદ ગૌરીએ પોતાની લૉ ફર્મની જૉબ છોડી દીધી અને સેના માટે તૈયારી કરવા લાગી. તે કહે છે કે પતિ મેજર પ્રસાદ માર્ચ 2013 ઓટીએમાં ટ્રેનિંગ પૂરી કરી સેનાનો ભાગ બન્યા હતા. તેઓ બિહાર રેજિમેન્ટની 7મી બટાલિયનના સર્વશ્રેષ્ઠ ઑફિસરમાંથી એક હતા. તેમના સાથીઓને આજે પણ યાદ છે કે તેઓ કેવાં સમર્પણ ભાવથી પોતાની ડ્યૂટી કરતા હતા. મેજર પ્રસાદ મહાદિકને મ્યૂઝિક અને રમત-ગમતમાં ભારે રસ હતો.

પરમાણુ હુમલો કર્યો તો ભારત આપણે ખતમ કરી દેશે: પરવેઝ મુશર્રફપરમાણુ હુમલો કર્યો તો ભારત આપણે ખતમ કરી દેશે: પરવેઝ મુશર્રફ

English summary
Widow of Martyr Prasad Mahadik Gauri to join Indian Army and says its the best tribute to his husband.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X