પત્ની ગુપ્ત કોલ કરે તો તેને વૈવાહિક ક્રૂરતા ગણવામાં આવશે : હાઈકોર્ટ
લગ્ન બાદના અફેરને લગતો કેસ કેરળ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેના પર કોર્ટે જણાવ્યું હતું કે, જો પત્ની પતિની ચેતવણીની અવગણના કરે છે અને અન્ય કોઈ વ્યક્તિને સિક્રેટલી ફોન કરે છે, તો તે વૈવાહિક ક્રૂરતા સમાન ગણાશે.
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી : લગ્ન બાદના અફેરને લગતો કેસ કેરળ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેના પર કોર્ટે જણાવ્યું હતું કે, જો પત્ની પતિની ચેતવણીની અવગણના કરે છે અને અન્ય કોઈ વ્યક્તિને સિક્રેટલી ફોન કરે છે, તો તે વૈવાહિક ક્રૂરતા સમાન ગણાશે. આ સાથે જ કોર્ટે દંપતીને છૂટાછેડા આપવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન એ પણ સ્પષ્ટ કર્યું કે, ફોન કોલ રેકોર્ડ્સને બેવફાઈના પુરાવા તરીકે ગણી શકાય નહીં.

એક પતિએ તેની પત્ની પર બેવફાઈનો આરોપ લગાવ્યો
લાઇવ લો ના અહેવાલ મુજબ, એક પતિએ તેની પત્ની પર બેવફાઈનો આરોપ લગાવ્યો હતો. તેમની વચ્ચે 2012માં વૈવાહિક વિખવાદ શરૂ થયો હતો. તે દરમિયાન પત્નીએ પતિ અને તેના પરિવારના સભ્યો પર મારપીટની ફરિયાદ નોંધાવી હતી.
પત્નીને આમ ન કરવા ચેતવણી આપી
તે પહેલા પતિને શંકા હતી કે, તેની પત્નીનું અન્ય એક પુરુષ સાથે અફેર છે, જે તેની ઓફિસમાં કામ કરતો હતો. પતિએ બંનેની ઘનિષ્ઠ વાતચીત ઘણી વખત સાંભળી હતી. તેમજ તેની પત્નીને આમ ન કરવા ચેતવણી આપી હતી. પત્નીએ તેની બધી ચેતવણીઓને અવગણીને તેના પ્રેમી સાથે ચાલુ રાખ્યું હતું.
પત્ની એક જ દિવસમાં ઘણી વખત બીજા પુરુષને ફોન કરતી હતી
આવા સમયે પતિએ બંનેને ફક્ત ઓફિસમાં મળતા જોયા હતા. તેની પાસે બહાર બંનેની મુલાકાતના પૂરતા પુરાવા ન હતા, પરંતુ તેની પત્ની એક જ દિવસમાં ઘણી વખત બીજા પુરુષને ફોન કરતી હતી. બાદમાં પત્નીએ નિવેદન આપ્યું હતું કે, તે અન્ય વ્યક્તિને ક્યારેક-ક્યારેક જ ફોન કરતી હતી, પરંતુ કોલ ડિટેઈલમાં વાસ્તવિકતા કંઈક બીજી જ હોવાનું બહાર આવ્યું હતું.
પત્ની ગુપ્ત કોલ કરે તો તેને વૈવાહિક ક્રૂરતા ગણવામાં આવશે
તેના નિર્ણયમાં કોર્ટે જણાવ્યું હતું કે, બંને ત્રણ વખત અલગ થયા અને પછી કાઉન્સેલિંગ સેશનને કારણે એક થયા, તેથી પત્નીએ વધુ સાવધ રહેવાની જરૂર છે. કોર્ટે વધુમાં કહ્યું કે, સિક્રેટ કોલ બેવફાઈના આરોપમાં પૂરતા પુરાવાનો આધાર નથી. જો પતિની ચેતવણી બાદ પત્ની ગુપ્ત કોલ કરે તો તેને વૈવાહિક ક્રૂરતા ગણવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
