કેજરીવાલની ખુરશી બચાવવા સંવિધનમાં સંશોધન કરશે AAP!

કેજરીવાલની ખુરશી બચાવવા સંવિધનમાં સંશોધન કરશે AAP!

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખુરશી બચાવવા માટે આમ આદમી પાર્ટી સંવિધાન બદલવાની તૈયારીમાં છે. આના માટે શનિવારે રાષ્ટ્રીય પરિષદની બેઠક આયોજિત કરવામાં આવશે. પાર્ટીના સંવિધાનમાં આ સંશોધન એટલા માટે કરવામાં આવશે જેથી કેજરીવાલના કાર્યકાળને આગળ વધારી શકાય. જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલ પાર્ટી પ્રમુખ તરીકે પોતાનો બીજો કાર્યકાળ પૂરો કરનાર છે.

kejariwal

જણાવી દઈએ કે પાર્ટી મુખ્યા તરીકે અરવિંદ કેજરીવાલનો બીજો કાર્યકાળ 2019માં પૂરો થઈ રહ્યો છે. આ તેમનો બીજો મોકો છે. કેમ કે પાર્ટીના મુખ્યા કેજરીવાલને એપ્રિલ 2016માં ત્રણ વર્ષ માટે ચૂંટવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખી પાર્ટી પોતાના સંવિધાનને બદલવાની તૈયારીમાં લાગી ગઈ છે. પાર્ટી સંવિધાન બદલવા પાછળ કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ હંમેશા માટે પાર્ટી મુખ્યા બની રહી શકે છે. જો કે હવે જોવાનું રહેશે કે પાર્ટીના બાકીના નેતાઓ આ સંબંધમાં શું મંતવ્ય આપે છે અને સંવિધાનમાં સંશોધન થઈ શકે છે કે નહિં.

શું કહે છે AAPનું સંવિધાન

પાર્ટીના હાલના નિયમ મુજબ એક જ પદ પર કોઈપણ સભ્યને પાર્ટીના પદાધિકારીના રૂપમાં ત્રણ વર્ષ માટે સતત બે વખત અધિકારી પાર્ટી પ્રમુખ ન બનાવી શકાય. એવામાં જો આ શરત પર પાર્ટી આગળ વધે છે તો કેજરીવાલની મુશ્કેલી વધી જશે કેમ કે 2019માં પાર્ટી પ્રમુખના રૂપમાં તેમનો કાર્યકાળ ખતમ થઈ રહ્યો છે. પાર્ટીને આ બેઠકમાં સંવિધાન સંશોધન ઉપરાંત 2019 લોકસભા ચૂંટણી પર પણ ચર્ચા થવાની સંભાવના છે.

આ પણ વાંચો- પીએમ મોદીને વિંછી કહેનારા ઝડફિયાને ભાજપે બનાવ્યા યુપીના પ્રભારી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X