ચંદ્રયાન 3 ફરીથી કામ કરશે કે નહીં? જાણો શું કહ્યું ઈસરો અધ્યક્ષે?
ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચ્યા બાદ સ્લીપ મોડમાં છે અને ઈસરોના વૈજ્ઞાનિકો તેને એક્ટિવ કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈસરો અધ્યક્ષનું નિવેદન સામે આવ્યુ છે.
ઈસરોના વડા એસ સોમનાથે સોમનાથ મંદિરમાં પ્રાર્થના કર્યા બાદ ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવર વિશેની લેટેસ્ટ માહિતી લોકો સાથે શેર કરી હતી.

ચંદ્ર પર રાત પડતા પહેલા ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યા હતા અને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ત્યાં દિવસ હશે ત્યારે બંને ફરીથી સક્રિય થઈ જશે. અત્યારે ચંદ્ર પર દિવસ છે. પ્રજ્ઞાન અને વિક્રમને જગાડવાના પ્રયાસ જારી છે.
ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે મંદિરમાં દર્શન કર્યા બાદ કહ્યું કે, ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના પ્રજ્ઞાન રોવરે તે કામ કર્યું છે જેની અપેક્ષા હતી. આ સાથે તેણે કહ્યું કે જો રોવર તેના સ્લીપ મોડમાંથી જાગવામાં નિષ્ફળ જાય તો પણ કોઈ સમસ્યા નથી.
પ્રજ્ઞાન રોવરની સ્થિતિ અંગે ઈસરોના વડાએ કહ્યું કે, જો ચંદ્ર પર અત્યંત ઠંડા હવામાનને કારણે તેના ઇલેક્ટ્રોનિક સર્કિટને નુકસાન ન થાય તો તે સક્રિય થઈ જશે. ત્યાંનું તાપમાન શૂન્યથી લગભગ 200 ડિગ્રી સેલ્સિયસ નીચે આવી ગયું હતુ.
જણાવી દઈએ કે, ઈસરોએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે ચંદ્ર પર સવાર થતા જ એજન્સીએ ચંદ્ર મિશન ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સાથે સ્લીપ મોડમાં રાખવામાં આવ્યા બાદ તેની સ્થિતિ જાણવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારથી લઈને આજસુધી કોઈ સિગ્નલ મળ્યા નથી.












Click it and Unblock the Notifications
