For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કન્હૈયા કુમારના કોંગ્રેસમાં જવા મુદ્દે પેચ ક્યાં ફસાયો છે?

ગુજરાતના અનુસૂચિત જાતિના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભૂતકાળમાં કરેલા દાવા મુજબ તે 28 સપ્ટેમ્બરે CPI નેતા કન્હૈયા કુમાર સાથે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ દિવસ શહિદ ભગત સિંહની જન્મજયંતિ પણ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 સપ્ટેમ્બર : ગુજરાતના અનુસૂચિત જાતિના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભૂતકાળમાં કરેલા દાવા મુજબ તે 28 સપ્ટેમ્બરે CPI નેતા કન્હૈયા કુમાર સાથે કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ દિવસ શહિદ ભગત સિંહની જન્મજયંતિ પણ છે. માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ આના દ્રારા યુવાનોને કોંગ્રેસ છોડતા રોકવા માંગે છે. જો તે બીજી તરફ જેએનયુ વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર હજુ પણ તેના ઈરાદાને લઈને તેના જ પક્ષના નેતાઓને કન્ફૂયઝ કરી રહ્યા છે. હવે સમાચાર છે કે, તેને પાર્ટીમાં રહેવા માટે કેટલાક હોદ્દાની માંગણી કરી છે.

Kanhaiya Kumar

હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ મુજબ, કોંગ્રેસમાં જોડાવાની અટકળો દૂર કરવા માટે કન્હૈયા કુમાર મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર અજોય ભવનમાં આવવાના હતા. સીપીઆઈના એક નેતાએ કહ્યું કે, તેને આવું કરવા માટે સૂચના આપવામાં આવી હતી. પરંતુ કન્હૈયાના સહાયકો તેની રાહ જોતા રહ્યા. સીપીઆઈના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, પાર્ટીના મહાસચિવ ડી રાજાએ ગયા સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા અફવાઓનું ખંડન કહ્યું હતું, પરંતુ મંગળવારે તેના સાથીઓ સીપીઆઈ હેડક્વાર્ટરમાં રાહ જોતા રહ્યા. કન્હૈઆને કોલ અને મેસેજ કર્યા પરંતુ જવાબ ન મળ્યો. પાર્ટીના અન્ય એક નેતાએ કહ્યું કે અત્યાર સુધી તેને અટકળોને જાહેરમાં નકારી નથી અને પ્રતિક્રિયા પણ આપી નથી.

મળતી માહિતી અનુસાર, કન્હૈયા CPI માં મોટી ભૂમિકા ભજવવા માંગે છે અને તે આપવામાં આવેલી જવાબદારીઓથી ખુશ નથી. જ્યારે ડી રાજાનો આ અંગે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે માત્ર 'દેખતે હૈ' કહ્યું હતું. આ દરમિયાન અન્ય એક CPI નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, બિહારના કેટલાક CPI નેતાઓ રવિવારે તેમને મળ્યા હતા અને પાર્ટીમાં રહેવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો. વાતચીત દરમિયાન, કુમારે તેમને કહ્યું કે તેને પાર્ટીમાં બિહારના અધ્યક્ષ અને પાર્ટીની સૌથી મોટી ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવે, જે ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરે છે. આ નેતાએ કહ્યું કે, કોઈ પણ પક્ષમાં આવી માંગ કરી શકે નહીં. પક્ષ નિર્ણયો લે છે અને તેના લોકોને જવાબદારી આપે છે. જો તેની આવી કોઈ મહત્વાકાંક્ષા હોય તો તેને ઉચ્ચ અધિકારીઓને જણાવવું જોઈએ.

માનવામાં આવે છે કે પાર્ટી 2 ઓક્ટોબરે યોજાઈ રહેલી રાષ્ટ્રીય પરિષદમાં કન્હૈયા કુમારના મુદ્દા પર ચર્ચા કરી શકે છે. પરંતુ જીગ્નેશ મેવાણીએ પોતે અને કન્હૈયાના કોંગ્રેસમાં જવા માટે 28 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. મેવાણીએ આ વિશે કહ્યું હતું કે, 28 સપ્ટેમ્બરના રોજ હું કન્હૈયા કુમાર સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈશ. 2016 માં JNU માં દેશ વિરોધી સૂત્રોચ્ચારને કારણે ચર્ચામાં આવેલા કન્હૈયા કુમારે ગત લોકસભા ચૂંટણીમાં બિહારની બેગુસરાય લોકસભા બેઠક પરથી પોતાનું નસીબ અજમાવ્યું હતું. પરંતુ, ભાજપના દિગ્ગજ અને કેન્દ્રીય મંત્રીને ગિરિરાજ સિંહ સામે ખરાબ રીતે હાર થઈ હતી.આ પછી તેનું નામ પટનામાં પાર્ટી કાર્યાલયમાં હંગામો કરવામાં પણ આવ્યું હતું. પાર્ટીએ તેની વિરુદ્ધ કાર્યવાહી પણ કરી હતી.

English summary
Will Kanhaiya Kumar join Congress or not?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X