કેન્દ્રના વટહુકમને કેજરીવાલ રોકી શકશે કે કેમ? જાણો શું કહે છે આંકડા?
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારના પક્ષમાં સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા બાદ કેન્દ્રની મોદી સરકાર વટહુકમ લઈને આવી છે. આ વટહુકમમાં દિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટિંગની સત્તા રાજ્યપાલને સોંપવાની વાત છે ત્યારે હવે કેજરીવાલ આ અધ્યાદેશને રાજ્યસભામાં રોકવા પ્રયાસ કરી રહ્યા છે.
કેન્દ્ર સરકાર અને દિલ્હી વચ્ચેની લડાઈમાં સુપ્રીમ કોર્ટે પોતાનો મત સાફ કરતા કહ્યું કે, દિલ્હીમાં જમીન, કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસ સિવાયની તમામ બાબતો પર માત્ર દિલ્હીની ચૂંટાયેલી સરકારનો અધિકાર રહેશે.

જો કે કેન્દ્રને આ વાત પસંદ આવી નથી અને વટહુકમ લાવીને આ નિર્ણયને પલટ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ વટહુકમને કાયદો બનતા પહેલા જ રોકવા માટે વિપક્ષી દળોને સાથે લાવવા માટે કવાયત શરૂ કરી છે.
કેજરીવાલે છેલ્લા 3 દિવસમાં મોટી પાર્ટીઓના 3 મોટા નેતાઓ મમતા બેનર્જી, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ પણ આ ત્રણ મોટી પાર્ટીઓનું સમર્થન મેળવવામાં સફળ રહ્યા છે.
અરવિંદ કેજરીવાલે આ પહેલા જેડીયુના નીતિશ કુમાર અને આરજેડીના તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરીને સમર્થન માંગ્યુ હતું. જેમાં બંનેએ અરવિંદ કેજરીવાલને પોતાનું સમર્થન આપવાની વાત કરી હતી. જો આ વટહુકમ રાજ્યસભામાં બિલના રૂપમાં આવશે તો તેને પાછુ મોકલવુ આસાન નહીં હોય.
જો તમે રાજ્યસભાના વર્તમાન સભ્યો સાથે સંબંધિત આંકડાઓ પર નજર નાખો તો 238 સભ્યો છે. આમાંથી 5 નામાંકિત છે એટલે કે માત્ર 233 સભ્યો જ મતદાન કરી શકશે. આ સ્થિતિમાં રાજ્યસભામાં જેની પાસે 117 વોટ હશે તે જીતશે.
હાલનું ગણિત
બીજેપી અને તેમા સમર્થનમાં
બીજેપી - 93
બીજેડી - 9
AIADMK - 4
VSR કોંગ્રેસ - 9
AAP ના સમર્થનમાં
આમ આદમી પાર્ટી - 10
તૃણમૂલ કોંગ્રેસ - 12
DMK - 10
BRS - 9
RJD - 6
CPM-5
JDU - 5
NCP - 4
SP - 3
શિવસેના - 3
CPI - 2
JMM - 2
RLD - 1
આ સિવાય કેટલીક પાર્ટીઓએ કોઈ નિર્ણય લીધો નથી. હાલ આમ આદમી પાર્ટીના સમર્થનમાં જે આંકડા દેખાઈ રહ્યો છે તે બિલને રોકવા પૂરતા નથી. બીજેપી પછી રાજ્યસભામાં જો કોઈની પાસે સૌથી વધુ સંખ્યા છે તો તે કોંગ્રેસ પાર્ટી છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ AAP વિશે જે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે તે જોતા લાગે છે કે કોંગ્રેસે AAPને સમર્થન ન આપવાનો નિર્ણય લીધો છે. જો કોંગ્રેસે પોતાના પત્તા ખોલ્યા નથી.
જો આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું સમર્થન નહીં મળે તો મુશ્કેલીઓ વધી શકે છે. આ સાથે બીજેડી અને વાયએસઆર જેવી પાર્ટીઓ પણ આમ આદમી પાર્ટીના સમર્થનમાં નહીં આવે તો આમ આદમી પાર્ટી માટે આ બિલને પસાર થતું અટકાવવું મુશ્કેલ બની જશે.












Click it and Unblock the Notifications
