મલ્લિકાર્જુન ખડગે બનવા જઈ રહ્યા છે ઈન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની લોકશાહી વિરોધી નીતિઓનો મુકાબલો કરવા વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિયા ગઠબંધનના મંચ પર એક થઈને આવી છે. હવે અહેવાલ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા ખડગે ઈન્ડિયાના પીએમ ઉમેદવાર હશે.
અહેવાલો અનુસાર, ઈન્ડિયા એલાયન્સની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાનના ઉમેદવારના નામને લઈને ચર્ચા કરી હતી.

સૂત્રો અનુસાર, આ સમય દરમિયાન મમતા બેનર્જીએ મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાનના ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને આપ નેતા અરવિંદ કેજરીવાલે ટેકો આપ્યો છે.
સૂત્રો અનુસાર, અરવિંદ કેજરીવાલે આ દરખાસ્તને ટેકો આપતા કહ્યું કે, દેશમાં પ્રથમ દલિત વડા પ્રધાન બનાવવાની આ તક છે. હું મમતા દીદીની દરખાસ્તને ટેકો આપું છું. જો કે, આ નિર્ણયને હજુ અન્ય પક્ષોની મંજૂરી નથી.
એમડીએમકે નેતા વાઈકોએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈન્ડિયા ગઠબંધનના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખાર્ગનું નામ સૂચવ્યું છે. જે કોઈ વિરોધ વિના પસાર કરવામાં આવ્યુ. જો કે આ મુદ્દે પૂર્વ સીએમ અખિલેશ યાદવે મૌન સાધ્યુ.
બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ચોથી બેઠકમાં 28 પક્ષોએ ભાગ લીધો. નેતાઓએ તેમના મંતવ્યો રાખ્યા. દરેક વ્યક્તિએ લોકોના હિતમાં તેમનું કાર્ય એક સાથે કરવા અને આ મુદ્દો ઉઠાવવો પડશે. દેશભરમાં ઓછામાં ઓછી 8-10 બેઠકો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ખડગેએ જણાવ્યુ કે, જીત્યા પછી વડાપ્રધાન કોણ હશે તે અમે નક્કી કરીશું. અમારું પ્રથમ કાર્ય ચૂંટણી જીતવાનું છે, તે પછી અમે નિર્ણય કરીશું.












Click it and Unblock the Notifications
