For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોડસેને દેશભક્ત ગણાવતા પીએમ મોદી ભડક્યાઃ પ્રજ્ઞા, હેગડેને ક્યારેય માફ નહિ કરી શકુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વાર પ્રતિક્રિયા આપીને સાધ્વી પ્રજ્ઞાની ઝાટકણી કાઢી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાના મતદાન પહેલા ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. જેના પર હોબાળો મચી ગયો હતો. વિરોધ પક્ષોએ ઉગ્ર થવા અને ભાજપની ખિલ્લા ઉડ્યા બાદ પ્રજ્ઞા ઠાકુરે કાલે મોડી રાતે પોતાના નિવેદન પર માફી માંગી હતી પરંતુ હોબાળો શમવાનું નામ નથી લેતો. આ મુદ્દે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વાર પ્રતિક્રિયા આપીને સાધ્વી પ્રજ્ઞાની ઝાટકણી કાઢી છે.

આ પણ વાંચોઃ નાના પાટેકરને મળેલી ક્લીન ચિટ પર બોલી તનુશ્રીઃ આ અફવા, પોલિસ તપાસ કરી રહી છેઆ પણ વાંચોઃ નાના પાટેકરને મળેલી ક્લીન ચિટ પર બોલી તનુશ્રીઃ આ અફવા, પોલિસ તપાસ કરી રહી છે

‘પ્રજ્ઞા-હેગડેને હું ક્યારેય માફ નહિ કરી શકુ'

‘પ્રજ્ઞા-હેગડેને હું ક્યારેય માફ નહિ કરી શકુ'

મોદીએ એક ટીવી ઈન્ટરવ્યુમાં કહ્યુ કે ભલે તેમણે આ મુદ્દે માફી માંગી લીધી હોય પરંતુ તે પોતાના મનથી ક્યારેય માફ નહિ કરી શકે, તેમણે એક શરમજનક વાત કહી છે જેની જેટલી ટીકા કરીએ તેટલી ઓછી છે. સંપૂર્ણપણે ઘૃણાને લાયક છે પ્રજ્ઞા ઠાકુરની વાતો. ઈન્ટરવ્યુમાં પ્રધાનમંત્રીએ કહ્યુ કે મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસે વિશે જે પણ વાતો કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ઘૃણાને લાયક છે, સભ્ય સમાજની અંદર આ પ્રકારની વાતો નથી ચાલતી, ભલે આ મામલે તેમણે (સાધ્વી પ્રજ્ઞા, અનંત હેગડે) માફી માંગી લીધી હોય પરંતુ મારા મનથી તેમને ક્યારેય માફ નહિ કરી શકુ.

પ્રજ્ઞા ઠાકુરે માંગી હતી માફી

પ્રજ્ઞા ઠાકુરે માંગી હતી માફી

ઉલ્લેખનીય છે કે કાલે ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા તેના પર ઘણો વિવાદ થઈ ગયો હતો. જો કે પ્રજ્ઞા ઠાકુરે પોતાના નિવેદન પર માફી માંગી લીધી હતી. પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે મારો હેતુ કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો પરંતુ તેમછતાં આનાથી જો કોઈની ભાવના મારા નિવેદનથી ઠેસ પહોંચી હોય તો હુમ મારા નિવેદન માટે માફી માંગુ છુ.

ભાજપે સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી અંતર જાળવ્યુ

ભાજપે સાધ્વી પ્રજ્ઞાના નિવેદનથી અંતર જાળવ્યુ

પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર ભાજપે સ્પષ્ટતા આપતા કહ્યુ હતુ કે તે તેમના નિવેદનની નિંદા કરે છે. ભાજપ ક્યારેય ગોડસેને દેશભક્ત નથી માનતી. તેમણે પોતાના આ નિવેદન માટે સાર્વજનિક રીતે માફી માંગવી જોઈએ. પાર્ટી તેમની પાસે આ મામલે સફાઈ પણ માંગશે.

કોંગ્રેસે સાધ્યુ નિશાન

કોંગ્રેસે સાધ્યુ નિશાન

કોંગ્રેસે આ નિવેદનની નિંદા કરીને કહ્યુ કે ગોડસેના ઉત્તરાધિકારી દ્વારા ભારતની આત્મા પર હુમલો કરવામાં આવ્યો છે. ભાજપ નેતા રાષ્ટ્રપિતાના હત્યારાને એક સાચા રાષ્ટ્રવાદી રૂપે વર્ણવી રહ્યા છે. વળી, દેશ માટે જીવ આપનારા હેમંત કરકરે જેવા લોકોને દેશદ્રોહી ગણાવી રહ્યા છે, હવે સ્પષ્ટ છે કે ભાજપીઓ ગોડસેના વંશજ છે.

અનંત હેગડેની સફાઈ

અનંત હેગડેની સફાઈ

ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર દ્વારા રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના નિવેદન પર પ્રજ્ઞાનુ સમર્થન કર્યા બાદ અનંત કુમાર હેગડેએ સફાઈ આપતા કહ્યુ કે તેમનુ ટ્વિટર અકાઉન્ટ હેક થઈ ગયુ હતુ. તમને જણાવી દઈએ કે હેગડેએ ટ્વીટ કરીને પ્રજ્ઞાના એ નિવેદનનું સમર્થન કર્યુ હતુ જેમાં તેમણે ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા.

English summary
I will never forgive her for godse remark modi slams pragya thakur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X