લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં : DMK

ડીએમકેના વરિષ્ઠ નેતા અને પાર્ટીના કોષાધ્યક્ષ એમ સ્ટાલિને રવિવારે રાત્રે જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસનું સમર્થન માંગવાનો અર્થ એ નથી કે હવે અમે તેમની સાથે છીએ. આગામી લોકસભા ચૂંટણીઓ માટે કોંગ્રેસ સાથે અમારું કોઇ જોડાણ નહીં હોય.
આ સાથે સ્ટાલિને એમ પણ જણાવ્યું કે "અમે શ્રીલંકન તમિલોના મુદ્દે મતભેદોને કારણે યુપીએમાંથી બહાર નીકળી ગયા છીએ. આ મતભેદો હજી પણ યથાવત છે. આ કારણે અમારા જોડાણની કોઇ સંભાવના નથી."












Click it and Unblock the Notifications
