કેજરીવાલે કહ્યું, ‘15 દિવસમાં જ લાવીશુ જનલોકપાલ બિલ’
આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઇ રહેલા અરવિંદ કેજરીવાલે જનલોકપાલ પર પોતાના વિચાર જાહેર કરી દીધા છે. સત્તા સંભાળ્યા બાદ કેજરીવાલ 15 દિવસની અંદર જનલોકપાલ લાવવાની વાત પર અડેલા છે, આ વાત તેમણે બુધવારે બીજી વાર જણાવી છે.
અરવિંદ કેજરીવાલે બુધવારે મીડિયાને જણાવ્યું કે ભ્રષ્ટાચાર એખ મોટો મુદ્દો છે અને તેના માટે જનલોકપાલ લાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે જો કે જેમા એક તરફ કાયદાની અડચણો છે, પરંતુ આ તમામ અવરોધોને પાર કરી લેવામાં આવશે.

નોંધનીય છે કે, શનિવારે અરવિંદ કેજરીવાલ શપથ લેવા જઇ રહ્યાં છે, ત્યારબાદ તેમની પ્રાથમિકતાઓમા વિજળી અને પાણીના બિલ ઓછા કરવા તથા જનકોલપાલના મુદ્દા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 28 બેઠકો જીતી છે. ભાજપે બાદમાં આપ બીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી.
આમ આદમી પાર્ટીના શપથ સમારોહનું આમત્રણ અણ્ણા હઝારે, કિરણ બેદી અને જસ્ટિસ સંતોષ હેગડેને મોકલવામાં આવ્યું છે. આ અંગે કુમાર વિશ્વાસે જણાવ્યું કે, ઉપરાજ્યપાલે પાર્ટીએ એ લોકોની યાદી માગી હતી, જેમણે અધિકૃત રીતે આમત્રણ મોકલવામાં આવ્યું છે, વિશ્વાસે કહ્યું કે, પાર્ટી તરફથી અણ્ણા હઝારે, કિરણ બેદી અને જસ્ટિસ સંતોષ હેગડેનું નામ આપ્યું છે.
અણ્ણા હઝારેને આ સમારોહમાં સામેલ થવાના કારણે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હજુ તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. સમારોહ સુધી સ્વાસ્થ્ય ઠીક થઇ જશે તો તે જરૂર જશે.












Click it and Unblock the Notifications
