For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું NCPમાં જોડાશે શશિ થરૂર? નારાજગીના અહેવાલો વચ્ચે છોડી શકે છે કોંગ્રેસ

કોંગ્રેસના વરિષ્ટ નેતા અને હાલમાં જ કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હારી ચૂકેલા શશિ થરૂર કોંગ્રેસથી નારાજ હોવાના અહેવાલો સતત ચર્ચાઇ રહ્યા છે. આ વચ્ચે એવી અટકળો ચાલી રહી છે કે, શશિ થરૂર NCPમાં જોડાઇ તેવી શક્યતા છે.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસના વરિષ્ટ નેતા અને હાલમાં જ કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હારી ચૂકેલા શશિ થરૂર કોંગ્રેસથી નારાજ હોવાના અહેવાલો સતત ચર્ચાઇ રહ્યા છે. આ વચ્ચે એવી અટકળો ચાલી રહી છે કે, શશિ થરૂર NCPમાં જોડાઇ તેવી શક્યતા છે. કેરળ NCPના અધ્યક્ષ પીસી ચાકોએ આ અંગે હીન્ટ આપ્યા બાદ આ ચર્ચાને વેગ મળ્યો છે.

Shashi Tharoor

શશિ થરૂર તિરુવનંતપુરમથી સાંસદ તરીકે યથાવત રહેશે

કન્નુરમાં પીસી ચાકોએ જણાવ્યું હતું કે, જો કોંગ્રેસના સાંસદ શશિ થરૂર એનસીપીમાં જોડાય છે, તો અમે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરીશું. જો કોંગ્રેસ પાર્ટી તેમની હકાલપટ્ટી કરે તો પણ તેઓ તિરુવનંતપુરમના સાંસદ તરીકે ચાલુ રહેશે. પીસી ચાકોએ જણાવ્યું હતું કે, મને તો એ વાતની ખબર નથી પડી રહી કે, કોંગ્રેસ દ્વારા થરૂરની સતત અવગણના કેમ કરવામાં આવી રહી છે.

રાષ્ટ્રીટ અધ્યક્ષની ચૂંટણી બાદ શરૂ થઇ અટકળો

કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણી બાદથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, પાર્ટીમાં શશિ થરૂરની અવગણના કરવામાં આવી રહી છે. મલ્લિકાર્જુન ખડગે પ્રમુખ બન્યા બાદ થરૂરને મોટી ભૂમિકાઓથી દૂર રાખવામાં આવી રહ્યા છે, જેનાથી થરૂર નારાજ છે.

અત્રે નોંધનીય છે કે, થરૂરે પણ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, તેઓ ખડગે સામે ભારે માર્જિનથી ચૂંટણી હારી ગયા હતા. આ પછી તેમને કોંગ્રેસની ઉચ્ચ સ્તરીય સમિતિઓમાં પણ સ્થાન મળ્યું નથી.

થરૂરે આ અટકળોને ફગાવી

આ દરમિયાન શશિ થરૂરે એનસીપીમાં જોડાવાની અટકળોને ફગાવી દીધી છે. પીસી ચાકોના નિવેદન બાદ થરૂરે કહ્યું છે કે, હું એનસીપીમાં જવાનો નથી. મેં પીસી ચાકો સાથે પણ આ બાબતે ચર્ચા કરી નથી.

આ પહેલા થરૂર પણ નારાજગીના સમાચાર અંગે સ્પષ્ટતા આપી ચૂક્યા છે. ભૂતકાળમાં શશિ થરૂરે જણાવ્યું હતું કે, તેઓ ન તો કોંગ્રેસ પાર્ટીમાં કોઈની વિરુદ્ધ બોલ્યા છે અને ન તો સૂચનાઓ વિરુદ્ધ કામ કર્યું છે. જો કોઈ એવું વિચારતું હોય તો પુરાવા રજૂ કરે. આવો વિવાદ કેમ સર્જાયો? મેં કોઈને દોષ કે આરોપ લગાવ્યો નથી. મારી તરફથી કોઈ ફરિયાદ કે સમસ્યા નથી. મને બધાને એકસાથે જોવામાં કોઈ તકલીફ નથી પડતી કે, મને કોઈની સાથે વાત કરવામાં કોઈ સમસ્યા નથી.

English summary
Will Shashi Tharoor join NCP? Congress may quit amid reports of displeasure
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X