વિરોધપક્ષના આરોપ સાચા પડ્યા તો પદ છોડી દઇશ: ઉમર અબ્દુલ્લા

અત્રે ઉલ્લેખનીય છે કે વિરોધપક્ષ પીડીપી તેમના પર એવા આરોપ લગાવ્યા હતા કે નેશનલ કોંફ્રેસ આગામી વિધાનપરિષદ ચૂંટણી માટે પંચ અને સરપંચના વોટ ખરીદવા માટે ધનનો ઉપયોગ કરી રહી છે.
મધ્ય કાશ્મીરમાં પોતાના મત વિસ્તાર ગાંદેરબલમાં પંચો અને સરપંચોને સંબોધિત કરતા ઉમરે જણાવ્યું કે હું ભગવાનની સોગંધ આપીને કહું છું કે જો વિરોધપક્ષ પીડીપી એક પણ પંચાયત સભ્યને સામે લાવે જેને નેકાંએ અમારા ઉમેદવાર માટે રૂપિયા આપવામાં આવ્યા હોય. તેમણે જણાવ્યું કે નેકાં લોકોની શક્તિ પર વિશ્વાસ કરે છે અને તેમના સમર્થન માટે ધનની જરૂરત નથી.












Click it and Unblock the Notifications
