શું કર્ણાટકમાં પણ બનશે ભાજપની સરકાર? કોંગ્રેસી નેતાએ કર્યો આવો દાવો
શું કર્ણાટકમાં પણ બનશે ભાજપની સરકાર? કોંગ્રેસી નેતાએ કર્યો આવો દાવો
બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસની ભયંકર હાર બાદ સતત પાર્ટીમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે. જ્યાં કેટલાય રાજ્યોના કોંગ્રેસ અધ્યક્ષોએ પોતપોતાના રાજીનામાં રજૂ કરી દીધાં છે, જ્યારે હવે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ આ જનાદેશની અસર જોવા મળી રહી છે. ખાસ કરને વાત કર્ણાટકની કરીએ તો અહીં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને લઈ વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્યએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે 10 જૂન બાદ કર્ણાટકની સરકાર પડી ભાંગશે.

કર્ણાટકની સરકારને લઈ અટકળો
જણાવી દઈએ કે કર્ણાટકમાં ભાજપે 28 લોકસભા સીટોમાંથી 25 સીટ પર જીત નોંધાવી છે. જે બાદથી જ કર્ણાટકની જેડીએસ-કોંગ્રેસ ગઠબધન સરકાર પર સંકટના વાદળો ઘેરાયાં હોવાની અટકળો તેજ થઈ રહી છે. આ દરમિયાન કર્ણાટક સરકારના ભવિષ્યને લઈ દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય કેએન રાજન્નાએ મોટો દાવો કર્યો છે. રાજન્નાએ સોમવારે કહ્યું કે, "કર્ણાટકમાં જી. પરમેશ્વર ઉપમુખ્યમંત્રી તરીકે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી પીએમ મોદી શપથ ન લઈ લે."
|
પૂર્વ ધારાભ્યનો મોટો દાવો
કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય કેએન રાજન્નાએ આગળ કહ્યું કે, 'પીએમ મોદીના શપથ ગ્રહણ બાદ જી. પરમેશ્વર મંત્રી નહિ રહે અને આ સરકાર સત્તામાં નહિ રહે.' વધુમાં તેમણે કહ્યું કે કર્ણાટક સરકાર આગલી 10 જૂન બાદ પડી ભાંગે. અગાઉ કોંગ્રેસી નેતા રમેશ જારકીહોલી અને ડૉક્ટર સુધાકરે રવિવારે બેંગ્લોરમાં ભાજપના નેતા એસએમ કૃષ્ણાના આવાસ પર ભાજપી નેતા આર અશોક સાથે મુલાકાત કરી હતી. જો કે કોંગ્રેસી ધારાસભ્યએ કહ્યું કે આ મુલાકાત માત્ર શિષ્ટાચાર ભેટ હતી.

બે કોંગ્રેસી ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
કોંગ્રેસી ધારાસભ્ય રમેશ જરકિહોલીએ આ મુલાકાત પર કહ્યું કે આ કોઈ રાજનૈતિક મુલાકાત નહોતી. અમે માત્ર એસએમ કૃષ્ણાને મળવા આવ્યા હતા. કર્ણાટકમાં ભાજપે 25 સીટ જીતી છે, અમે તેમને શુભેચ્છા પાઠવવા આવ્યા હતા. આ એક શિષ્ટાચાર ભેટ હતી. ભાજપી નેતા આર. અસોકે પણ કોંગ્રેસી નેતા રમેશ જારકિહોલી સાથે કોઈપણ પ્રકારના સંબંધ હોવાનો ઈનકાર કરી દીધો. તેમણે કહ્યું કે પાર્ટીના મામલા પર ચર્ચા કરવાને લઈ એસએમ કૃષ્ણને મળવા આવ્યો હતો. કોંગ્રેસ નેતા રમેશ જારકીહોલી અને ડૉ. સુધાકર સાથે મારી કોઈ મિત્રતા નથી.












Click it and Unblock the Notifications
