શું ગોવામાં ફરી સરકારની રચનાને લઈને મુશ્કેલી ઊભી થશે? કોઈને ન મળી બહુમતી
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. તે જ સમયે ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ ભાજપ પોતાનો ઝંડો લહેરાવી રહ્યો છે.
મુંબઈ : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. તે જ સમયે ઉત્તરાખંડ અને મણિપુરમાં પણ ભાજપ પોતાનો ઝંડો લહેરાવી રહ્યો છે. આ સાથે જ પંજાબમાં આમ આદમી પાર્ટી પણ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી રહી છે.
ગોવાની વાત કરીએ તો અહીં ભાજપ 19 સીટો પર આગળ છે અને સૌથી મોટી પાર્ટી તરફ આગળ વધી રહી છે. તે જ સમયે, કોંગ્રેસ અહીં 11 બેઠકો પર આગળ છે, પરંતુ કોઇપણ પક્ષને બહુમતી મળતી દેખાતી નથી.

સંજય રાઉતે ગોવાના પરિણામો અંગે કર્યો હતો આ દાવો
ગોવાના પરિણામો અંગે શિવસેનાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો હતો કે, ગોવામાં કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળવાની નથી. જો કે, પ્રારંભિક વલણોમાં, રાજ્યમાંસત્તારૂઢ ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનવાના માર્ગ પર હોય તેવું લાગી રહ્યું છે.

ગોવામાં બહુમતિ માટે જોઇએ 21 સીટ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરુવાર બપોર સુધી, 40 સભ્યોની ગોવા વિધાનસભામાં ભાજપ 19 બેઠકો પર આગળ હતું, જ્યાં બહુમતીનો આંકડો 21 છે.
મહારાષ્ટ્રમાં, શિવસેનાની સાથી કોંગ્રેસ 11 પર આગળ છે, જ્યારે તેની સહયોગી ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) રાજ્યમાં એક સીટ પર આગળ છે.

ગોવામાં 2017 ની સ્થિતિ
ઉલ્લેખીય છે કે, 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સરકાર બનાવતી રહી હતી, પરંતુ કોંગ્રેસ અને ગોવા ફોરવર્ડ પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શક્યું નથી. એમજીપી,જીએફપી અને બે અપક્ષ ધારાસભ્યોની મદદથી, ભાજપે 21 નું બહુમતી ચિહ્ન મેળવ્યું અને ગોવામાં તેની સરકાર બનાવી હતી. આ ચૂંટણીના પરિણામો પણ કંઈક આવાજ સંકેત આપી રહ્યા છે.

શિવસેનાએ 11 ઉમેદવારો ઉભા રાખ્યા હતા
પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું કે, મણિપુરમાં ભાજપ આગળ છે, પરંતુ આ ઉત્તર-પૂર્વીય રાજ્યમાં કોંગ્રેસ પણ આગળ વધી રહી છે. શિવસેના સાંસદે કહ્યું કે,ગોવામાં કોઈને પૂર્ણ બહુમતી મળવાની નથી.
ઉલ્લેખનીય છે કે, ગોવામાં 14 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાએ 11 ઉમેદવારોને મેદાનમાંઉતાર્યા હતા, પરંતુ તે બધા પાછળ રહી ગયા છે.












Click it and Unblock the Notifications
