વિંગ કમાંડર અભિનંદન સ્વતંત્રતા દિવસે બહાદૂરીના પુરસ્કાર વીરચક્રથી થશે સમ્માનિત

ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવશે.

ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સમ્માનિત કરવામાં આવશે. વીર ચક્ર ભારતમાં યુદ્ધના સમયે અપતુ ત્રીજુ સર્વોચ્ચ સમ્માન છે. વિંગ કમાંડર અભિનંદન સાથે જ ભારતીય વાયુસેનાના સ્કવૉડ્રન લીડર મીન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સમ્માનિત કરવામાં આવશે. સ્કવૉડ્રન લીડર મિન્ટી અગ્રવાલને બાલાકોટ એરસ્ટરાઈક બાદ ભારત અને પાકિસ્તાની વાયુસેના વચ્ચે સંઘર્ષ દરમિયાને એક ફાઈટર નિયંત્રક રૂપે તેની ભૂમિકા માટે આ પુરસ્કાર આપવામાં આવશે.

Abhinandan varthaman

વિંગ કમાંડર અભિનંદનની બહાદૂરી

27 ફેબ્રુઆરી 2019ના રોજ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાનની વાયુસેના વચ્ચે સંઘર્ષ થયો. આ દરમિયાન વિંગ કમાંડર અભિનંદને પાકિસ્તાની એફ-16ને ભારતીય મિગ-21 બાઈસનથી પીછો કરીને તોડી પાડ્યુ હતુ. જો કે આ દરમિયાન અભિનંદનનું વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ અને તે પાકિસ્તાનના વિસ્તારમાં જઈને ફસાઈ ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાની સુરક્ષાબળોએ તેમને પોતાના કબ્જામાં લઈ લીધા હતા. ભારતના કૂટનીતિક દબાણ બાદ છેવટે પાકિસ્તાનને અભિનંદન વર્તમાનને છોડવા પડ્યા હતા. લગભગ 60 કલાક બાદ વિંગ કમાંડર અભિનંદને વાઘા બૉર્ડરથી મુક્ત કરવામાં આવ્યા હતા.

ફરીથી મિગ-21 ઉડાવશે અભિનંદન

પાકિસ્તાની એફ-16 વિમાનને તોડી પાડનાર વિંગ કમાંડર અભિનંદન વર્તમાન એક વાર ફરીથી મિગ-21 ફાઈટર જેટ ઉડાવતા જોવા મળશે. અભિનંદન એક પખવાડિયમાં મિગ-21 ફાઈટર વિમાન એક વાર ફરીથી સંભાળી લેશે. સૂત્રોએ જણાવ્યુ કે મેડીકલ બોર્ડે કૉકપિટમાં તેમના કમબેક માટે લીલી ઝંડી બતાવી દીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X