For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ઠંડથી ઠુંઠવાયા લોકો, 22 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 6 રાજ્યોમાં Red Alert

દિલ્હીમાં ઠંડથી ઠુંઠવાયા લોકો, 22 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 6 રાજ્યોમાં Red Alert

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હાલ આખા ઉત્તર ભારતમાં હાડ કંપાવતી ઠંડી પડી રહી છે, રાજધાની અને એનસીઆરના ઘણા ખરાબ હાલ છે, શનિવારે દિલ્હીની આ સીઝનની સૌથી વધુ ઠંડી રાત રહી, અહીં લઘુત્તમ તાપમાન 2.4 ડિગ્રી પર પહોંચી ગયું, જે સામાન્યથી 5 ડિગ્રી ઓછું રહ્યું, જણાવી દઈએ કે વર્ષ 1992 બાદ પારો સૌથી નીચે ગગડ્યો છે, દિલ્હીવાસીઓ દિવસભર ઠંડીથી ધ્રુજી રહ્યા છે, જ્યારે મહત્તમ તાપમાન અહીં 13.3 ડિગ્રી નોંધાયું, જે સામાન્યથી 7 ડિગ્રી ઓછું છે. જેને લઈ હવામાન વિભાગે રેડ અલર્ટ ઘોષિત કર્યું છે.

6 રાજ્યોમાં રેડ અલર્ટ

6 રાજ્યોમાં રેડ અલર્ટ

માત્ર દિલ્હી જ નહિ બલકે હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કર્યું છે, હવામાન વિભાગનું કહેવું છે કે ઠંડી લહેર અને ઝાકળનો માર સહન કરી રહેલ ઉત્તર ભારત માટે આગામી દિવસો વધુ પરેશાનીભર્યા રહેશે, 31 ડિસેમ્બર, 1 અને 2 જાન્યુઆરીએ દિલ્હી સહિત દેશના કેટલાક રાજ્યોમાં હળવો વરસાદ પણ થઈ શકે છે, જેનાથી તાપમાનમાં જોરદાર કડાકો નોંધાશે, આ દરમિયાન લોકોએ સંભાળીને રહેવાની જરૂરત છે.

1 અને 2 ડિસેમ્બરે વરસાદ અને હિમવર્ષાની સંભાવના

1 અને 2 ડિસેમ્બરે વરસાદ અને હિમવર્ષાની સંભાવના

ઉત્તરાખંડમાં પણ નવા વર્ષનું સ્વાગત વરસાદ સાથે થવા જઈ રહ્યું છે, ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે આગામી કેટલાક દિવસો દરમિયાન પહાડી વિસ્તારોમાં ઝાકળ અને પહાડી વિસ્તારોમાં પારો વધવાના અણસાર છે, પિથૌરાગઢ અને ચમોલીમાં વરસાદ વધુ થશે માટે અહીંના લોકોએ વધુ સચેત રહેવાની જરૂરત છે.

હવાઈ અને ટ્રેન યાતાયાત પ્રભાવિત

હવાઈ અને ટ્રેન યાતાયાત પ્રભાવિત

જ્યારે ઝાકળની ખરાબ અસર હવાઈ અને ટ્રેન ટ્રાન્સપોર્ટેશન પર પણ પડી છે, ઠંડને કારણે કેટલીય ઉડાણો પોતાના નિર્ધારિત સમયથી મોડી ઉડી રહી છે જ્યારે ઘણી ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે, પારો ગગડવાના કારણે ઠંડી પણ ઘણી વધી ગઈ છે, આજે રાજધાનીનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે, કેટલાય વિસ્તારોમાં વિજિબિલીટી 200 મીટરથી નીચે પહોંચી ગઈ છે જ્યારે 27 ટ્રેન પોાના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે.

આ રાજ્યોમાં વરસાદ થઈ શકે છે

આ રાજ્યોમાં વરસાદ થઈ શકે છે

સ્કાઈમેટ મુજબ આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં ઠંડી હજી યથાવત રહેવાની ઉમ્મીદ છે. કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ અને મુંબઈમાં હળવો વરસાદ પણ જોવા મળી શકે છે, જેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાશે.

Video: જ્યારે સિક્યોરિટી તોડીને દોડતો પ્રિયંકા ગાંધીના મંચ પર પહોંચ્યો આ વ્યક્તિ...Video: જ્યારે સિક્યોરિટી તોડીને દોડતો પ્રિયંકા ગાંધીના મંચ પર પહોંચ્યો આ વ્યક્તિ...

English summary
The India Meteorological Department (IMD) on Saturday issued a 'red' warning for the national capital after cold wave conditions continued unabated in the region.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X