For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

La-Ninaના કારણે આ વખતે પડશે હાડ ધ્રૂજાવી દેતી ઠંડી, હવે ઝડપથી ગગડશે પારોઃ IMD

ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આ વખતે દર વર્ષની જેમ વધુ ઠંડી પડવાની છે કારણકે આ 'લા નીના' વર્ષ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિવાળી બાદ ઉત્તર ભારતના હવામાનમાં ફેરફાર થયો છે. રવિવારથી જ દેશના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે જેના કારણે ઘણા વિસ્તારોમાં પારો ગગડી ગયો છે. વળી, ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે આ વખતે દર વર્ષની જેમ વધુ ઠંડી પડવાની છે કારણકે આ 'લા નીના' વર્ષ છે. તમને જણાવી દઈએ કે આ 120 વર્ષમાં 40મુ 'લા નીના' વર્ષ છે જેના કારણે આ વર્ષે ઠંડી, શીત લહેર, ધુમ્મસ અને ઠારનો સામનો લોકોએ વધુ કરવો પડશે. વિભાગના જણાવ્યા મુજબ આ વખતે 20 ડિસેમ્બરથી લઈને 20 જાન્યુઆરી સુધી હાડ ધ્રૂજાવી દેતી ઠંડી પડવાની છે.

વર્ષ 2020, છેલ્લા 10 વર્ષોમાં સૌથી ઠંડુ વર્ષ થવાનુ છે

વર્ષ 2020, છેલ્લા 10 વર્ષોમાં સૌથી ઠંડુ વર્ષ થવાનુ છે

IMDએ કહ્યુ છે કે 'લા નીના' સક્રિય છે જેના કારણે આવતા 4-5 દિવસોમાં તાપમાન ઝડપથી ઘટશે. જેના કારણે ઓરિસ્સા સહિત દેશના ઘણા ભાગોમાં હવે કડકડતી ઠંડી પડવાની છે. ઉલ્લેખનીય છે કે લા નીનાના કારણે તાપમાનમાં ઘટાડો થાય છે જેના કારણે ઠંડી વહેલી શરૂ થઈ જાય છે. વિભાગે કહ્યુ છે કે વર્ષ 2020 છેલ્લા 10 વર્ષોમાં સૌથી ઠંડુ વર્ષ થવાનુ છે.

La-Ninaની સ્થિતિ શીત લહેરની સ્થિતિ માટે અનુકૂળ

La-Ninaની સ્થિતિ શીત લહેરની સ્થિતિ માટે અનુકૂળ

ઉલ્લેખનીય છે કે ભારતના હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રએ પહેલા જ કહ્યુ હતુ કે વર્તમાન હવામાનના કારણે આ સિઝનમાં ઠંડી વધુ થઈ શકે છે. આપણે આ વર્ષે વધુ ઠંડીની આશા કરી શકીએ છીએ કારણકે લા-નીનાની સ્થિતિ શીત લહેરની સ્થિતિ માટે અનુકૂળ છે. તમને જણાવી દઈએ કે લા-નીના પણ ચોમાસાની સ્થિતિ નક્કી કરનાર સામુદ્રિક ઘટના છે.

કોરોના માટે ખતરનાક હવામાન

કોરોના માટે ખતરનાક હવામાન

તમને જણાવી દઈએ કે યુસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના પૂર્વ પ્રમુખ ડૉ. સ્કૉટ ગોટલિબે પણ ચેતવણી આપીને કહ્યુ હતુ કે કોરોના વાયરસ ઠંડીમાં ખૂબ મજબૂત થઈ જશે માટે જો યોગ્ય રીતે ધ્યાન રાખવામાં નહિ આવે તો સ્થિતિ વધુ ગંભીર થઈ શકે છે. હાલમાં દરેકને હાલમાં કોરોના વાયરસથી બચવા માટે જણાવવામાં આવેલી ગાઈડલાઈનનુ કડકપણે પાલન કરવુ ખૂબ જરૂરી છે કારણકે જ્યાં સુધી વેક્સીન ન આવે ત્યાં સુધી સાવધાની જ બચાવ છે.

સોનૂ સૂદને ચૂંટણી પંચે બનાવ્યા પંજાબ ચૂંટણીના સ્ટેટ આઈકનસોનૂ સૂદને ચૂંટણી પંચે બનાવ્યા પંજાબ ચૂંટણીના સ્ટેટ આઈકન

English summary
Winter this year will likely be colder due to La Nina condition says IMD
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X