Maharashtra Deputy CM : કલાકમાં અજીત પવાર નેતા વિપક્ષમાંથી બની ગયા નાયબ મુખ્યમંત્રી, જાણો સમગ્ર ઘટનાક્રમ
મહારાષ્ટ્રમાં ઝડપથી બદલાઇ રહેલા રાજકારણના ઘટનાક્રમમાં શરદ પવારની પાર્ટી એનસીપીમાં ફાટા પડી ગયા છે. જે વચ્ચે શરદ પવારના ભત્રીજાએ અજીત પવારે એકનાત શિંદે સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત અજીત પવાર સિવાયના નવ એનસીપી ધારાસભ્યોએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2019માં પણ અજીત પવારે પોતાના કાકા સામે પડીને દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જે બાદ ઉદ્ધવ ઠાકરેની સરકરામાં પણ તેઓ ડેપ્યુટી મુખ્યમંત્રી રહ્યા હતા. હવે એક જ કાર્યકાળમાં ત્રીજીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા છે.

રવિવારના રોજ મુંબઇમાં આ બધી ઘટનાઓ એટલી ઝડપી બની હતી કે, કોઇને કઇ સમજવા માટે સમય મળ્યો ન હતો. આ બાબત ત્યારે બધાની સામે આવી જ્યારે, 17 ધારાસભ્યો સાથે અજીત પવાર રાજભવન પહોંચ્યા હતા. આ પહેલા તેમણે એનસીપીના ધારાસભ્યોની એક બેઠકો બોલાવામાં આવી હતી.
આ બેઠકમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે પણ પહોંચી હતી. જોકે, થોડીવારમાં તે ત્યાંથી નિકળી ગઇ હતી. આ બેઠકમાં શરદ પવારના નજીકમાં માનવામાં આવતા અને પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલ પણ હાજર હતા. શરદ પવાર
પૂણેમાં હતા, પ્રફુલ્લ પટેલે પોતાની પોતાની યાત્રા રદ્દ કરી દીધી હતી. તેમને એવો અણસાર આવી ગયો હતો કે, અજીત પવાર કંઇક કરવા જઇ રહ્યા છે, પણ આ બધુ એટલુ ઝડપી થઇ ગયું કે, તેઓ તેનો અંદાજ પણ લગાવી શક્યા નહીં. અજીત પવાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠક બાબતે શરદ પવારે જણાવ્યું હતું કે, તેમની પાસે બેઠક બોલાવવાનો અધિકાર છે.
મંત્રી બનવાવાળામાં છગન ભુજબળ, દિલીપ વાલસે પાટીલ, અદિતી તટકરે, ધનંજય મૂંડે, હસન મુશ્રીફ, રામરાજે નિંબાલકર, સંજય બનસોડે, ધર્મરાવ બાબા અત્રામ અને અનિલ ભાઇદાસ પાટીલના નામ સામેલ છે. શપથ ગ્રહણ સમારોહમાં પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી એકનાથ સિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર રહ્યા હતા, આ સાથે તેમણે દાવો કર્યો હતો કે, 53માંથી 29 ધારાસભ્યોનું સમર્થન અજિત પવાર પાસે છે.
શપથ સમારોહ બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીત કરતા સમયે જણાવ્યું હતું કે, હવે અમારી પાસે એક મુખ્યમંત્રી અને બે નાયબમુખ્યમંત્રી છે. ડબલ એન્જિનની સરકાર હવે ત્રિપલ એન્જિન સરકાર બની ગઇ છે. મહારાષ્ટ્રના વિકાર માટે હું અજીત પવાર અને તેમના નેતાઓનું સ્વાગત કરું છું. અજીત પવારનો અનુભવ કામ આવશે.












Click it and Unblock the Notifications
