For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લિવ-ઈન રિલેશનમાં રહેતી મહિલા પણ ભરણપોષણ ભથ્થું માંગી શકે છે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક કેસમાં નિર્ણય સંભળાવતા કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહેલી મહિલા ઘરેલુ હિંસા કાનૂન હેઠળ ભરણપોષણ ભથ્થા માટે અદાલત જઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે એક કેસમાં નિર્ણય સંભળાવતા કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહેલી મહિલા ઘરેલુ હિંસા કાનૂન હેઠળ ભરણપોષણ ભથ્થા માટે અદાલત જઈ શકે છે. ઉચ્ચતમ ન્યાયાલય ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ઘરેલુ હિંસામાં ફક્ત શારીરિક અને માનસિક જ નહીં પરંતુ આર્થિક પ્રતાડન માટે પણ મહિલા કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. કાનૂન હેઠળ ફક્ત પરિણીત મહિલા જ નહીં પરંતુ લિવ-ઈન રિલેશનમાં રહેતી મહિલા પણ ભરણપોષણ ભથ્થું મેળવવા માટે હકદાર છે. સુપ્રીમ કોર્ટે 8 વર્ષ જુના કેસમાં આ નિર્ણય આપ્યો છે.

supreme court

વર્ષ 2010 દરમિયાન એક મહિલાએ લિવ-ઈન-રિલેશનમાં એક બાળકને જન્મ આપ્યો હતો. આ મામલે ફેમેલી કોર્ટે મહિલાના પાર્ટનરને ભરણપોષણ ભથ્થું આપવાનો આદેશ આપ્યો હતો. તેના વિરુદ્ધ મહિલાના પાર્ટનરે ઝારખંડ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો. હાઇકોર્ટે આ મામલે નિર્ણય આપતા કહ્યું કે આ કાનૂન હેઠળ ફક્ત પરિણીત મહિલાઓ જ ભરણપોષણ ભથ્થું માંગી શકે છે. હાઇકોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીઆરપીસી ધારા 125 અનુસાર ફક્ત પરિણીત મહિલાઓ જ ભરણપોષણ ભથ્થું આપી શકાશે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે RBIને પૂછ્યું, લોકોને ઓછા વ્યાજ દરનો ફાયદો કેમ નથી મળતો?

હાઇકોર્ટના આ નિર્ણય પછી પીડિત મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. સુપ્રીમ કોર્ટ ઘ્વારા તેના પર નિર્ણય આપતા જણાવવામાં આવ્યું કે લિવ-ઈન-રિલેશનમાં રહેતી મહિલા પણ કાનૂન હેઠળ કોર્ટનો સહારો લઇ શકે છે અને ભરણપોષણ ભથ્થું માંગી શકે છે. કોર્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીઆરપીસી ધારા 125 અનુસાર જે મહિલાઓ પરિણીત નથી તેઓ પણ ભરણપોષણ ભથ્થા માટે હકદાર છે.

આ પણ વાંચો: 'એડલ્ટરી' પર સુપ્રીમ ફેસલો તમામ ધર્મો પર લાગુ થશે, પણ લગ્નના ધાર્મિક કાયદા રહેશે અલગ

English summary
Woman In A Live-in Relationship Can Ask For Alimony Under Domestic Violence Law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X