For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાંપ કરડ્યો તો અપનાવ્યો આવો ઉપાય, તડપી-તડપીને મહિલા મૃત્યુ પામી

જો કોઇને સાપ દંસે તો તેનો પરિવાર શું કરે? તેને સારામાં સારા હોસ્પિટલે દાખલ કરાવીને ઇલાજ કરાવવાની કોશિશ કરશે, પરંતુ બુલંદશહરથી જે અહેવાલ મળી રહ્યા છે તે ચોંકાવનારા છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જો કોઇને સાપ દંસે તો તેનો પરિવાર શું કરે? તેને સારામાં સારા હોસ્પિટલે દાખલ કરાવીને ઇલાજ કરાવવાની કોશિશ કરશે, પરંતુ બુલંદશહરથી જે અહેવાલ મળી રહ્યા છે તે ચોંકાવનારા છે. અહીં દેવીન્દ્રી નામની એક મહિલાને સાંપ કરડ્યો તો તેના પરિવારે સારવાર કરાવવાને બદલે ભેંસના છાણમાં દબાવી દીધી. ઘટનાને પગલે મહિલાનું તડપી-તડપીને મૃત્યુ થયું.

અંધવિશ્વાસ

અંધવિશ્વાસ

આ તસવીર બુલંદશહેરના કકોડ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવતા વૈરમાં રહેતી દેવીન્દ્રીની છે જે હવે આ દુનિયામાં હયાત નથી રહી પણ દેવીન્દ્રી સાથે જે થયું એના પરથી કહી શકાય કે આજે સાયન્સ અને ટેક્નોલોજીના જમાનામાં દેશ ભલે આગળ નીકળી ગયો હોય પણ દેશમાં હજુ એવા કેટલાય વિસ્તારો આવેલા છે જ્યાં જાગૃતતાની કમી છે. રાજધાની દિલ્હીથી માત્ર 60 કિમી દૂર આવેલ બુલંદશહરના વૈરમાં સર્પ દંસનો જેવી રીતે ઇલાજ કરવામાં આવ્યો તે તસવીર જોઇને તમારું દિલ પણ ગભરાઇ જશે.

કલાકો સુધી છાણમાં દબાવી રાખી

કલાકો સુધી છાણમાં દબાવી રાખી

35 વર્ષીય દેવીન્દ્રી ચુલ્હા પર જમવાનું બનાવવા માટે ઘરથી થોડે દૂર લાકડાં લેવા ગઇ હતી અને અચાનક જ લાકડાંની પાછળ છૂપાયેલા સાપે દેવીન્દ્રીને દંસ માર્યો. સાંપ કરડ્યો હોવાની વાત દેવીન્દ્રીએ તેના પતિ મુકેશને જણાવી અને બાદમાં ઘર પર લોકો એકઠા થવા લાગ્યા. અહીં એકઠા થયેલા લોકોમાંથી કોઇએ પણ ઇલાજ માટે હોસ્પિટલે લઇ જવા મુકેશને સલાહ આપવાનું યોગ્ય ન સમજ્યું. અહીં એક એવા શખ્સને બોલાવવામાં આવ્યો જે ખુદને મદારી બતાવે છે અને દાવો કરે છે કે તે કોઇપણ પ્રકારના ઝેરીલા સાપનું ઝેર કાઢી શકે છે. પરિવાર અને પાડોશીઓએ ઇલાજ કરાવવાને બદલે દેવીન્દ્રી પર છાણ લીપી દીધું. કલાકો સુધી દેવીન્દ્રી ગોબરમાં દબાયેલી રહી અને આખરે તડપી-તડપીને તેનું મોત થયું.

દેવીન્દ્રીનું દર્દનાક મોત

દેવીન્દ્રીનું દર્દનાક મોત

સવાલ એ ઉઠે છે કે દેવીન્દ્રીને ગોબરમાં દબાવી ખુદને મદારી ગણાવનાર આ યુવક દેવીન્દ્રીનો કયો ઇલાજ કરવા માગતો હતો? અને આજના ટેક્નોલોજીના યુગમાં પણ આવા લોકો પર કઇ રીતે ભરોસો કરી શકાય? જો સમયસર દેવીન્દ્રીને હોસ્પિટલે દાખલ કરવામાં આવી હોત તો આજે તે જીવિત હોત.

English summary
Woman after snake bite kept inside dung died in Bulandshahr
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X