Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રેમિકાએ પ્રેમીના ઘણા ટુકડાઓ કરી તેને રૂમમાં દાટ્યો

દેશની રાજધાની દિલ્હીના સ્વરૂપ નગરમાં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં એક ઘરમાં ઘણા ટુકડાઓમાં એક લાશ મળી છે, જેનું માથું ગાયબ છે.

દેશની રાજધાની દિલ્હીના સ્વરૂપ નગરમાં એક હેરાન કરતો મામલો સામે આવ્યો છે. અહીં એક ઘરમાં ઘણા ટુકડાઓમાં એક લાશ મળી છે, જેનું માથું ગાયબ છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે એક મકાન માલિક તેના ભાડુઆતના ઘરે પહોંચ્યો. મકાન માલિકની સૂચના પર પહોંચેલી પોલીસે જયારે માટી ખોદાવી ત્યારે ઘણા ટુકડાઓમાં સડેલી હાલતમાં એક લાશ મળી આવી, જેનું માથું ગાયબ હતું. અગત્યની વાત છે કે રાજેશ નામનો ભાડુઆત પણ ઘણા દિવસથી ગાયબ હતો. તેવી સ્થિતિમાં ભાડુઆતની લાશ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસ ભાડુઆતની પત્નીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી રહી છે.

સુનીતાની માતા સાથે લિવ ઈનમાં રહેતો રાજેશ

સુનીતાની માતા સાથે લિવ ઈનમાં રહેતો રાજેશ

મીડિયામાં ચાલી રહેલી ખબર અનુસાર, સ્વરૂપ નગર નિવાસી રાજેશ (60) લગભગ 9 વર્ષથી સુનિતા (30) સાથે લિવ ઈન રિલેશનમાં રહેતો હતો. રાજેશ પહેલા સુનીતાની માતા સાથે લિવ ઈનમાં રહેતો હતો, પરંતુ ત્યારપછી તેને સુનીતાની માતાને ઝારખંડ મોકલી દીધી અને સુનિતા સાથે રહેવા લાગ્યો. બંને એક જ ફેકટરીમાં કામ કરતા અને સાથે રહેતા હતા. તેના ઘ્વારા સુનીતાને એક દીકરો પણ થયો, જે હાલમાં 8 વર્ષનો છે.

ઘરેથી અચાનક ગાયબ થયો

ઘરેથી અચાનક ગાયબ થયો

જણાવવામાં આવી રહ્યું છે કે 14 ફેબ્રુઆરી દરમિયાન રાજેશ ઘરેથી અચાનક ગાયબ થયો હતો. બુધવારે સાંજે જયારે મકાન માલિક પોતાનું ભાડું લેવા માટે ઘરે પહોંચ્યો ત્યારે તેને મકાનના ખાલી પડેલા ભાગમાં કેટલોક ભાગ ખોદાયેલો જોયો. શંકા થવા પર તેને ભાડુઆતની પત્નીની પૂછપરછ કરી. પરંતુ સંતોષજનક જવાબ નહીં મળ્યો, ત્યારે માટી ખોદાવવામાં આવી. ત્યારપછી મકાન માલિકે પોલીસને પણ ઘટના અંગે જાણ કરી.

ઘણા ટુકડાઓમાં લાશ કાપી, માથું ગટરમાં ફેંક્યું

ઘણા ટુકડાઓમાં લાશ કાપી, માથું ગટરમાં ફેંક્યું

સુનીતાએ પોલીસને જણાવ્યું કે રાજેશ હંમેશા દારૂના નશામાં આવીને તેની સાથે મારપીટ કરતો હતો, જેને કારણે તે કંટાળી ચુકી હતી તે તેનાથી પીછો છોડાવવા માંગતી હતી. 13 ફેબ્રુઆરીની રાત્રે રાકેશે ફરી તેની સાથે મારપીટ કરી. તે રાત્રે સુનીતાએ રાજેશની ચપ્પુથી હત્યા કરી નાખી. તેને રાજેશનું માથું કાપીને ભલાસવા ડેરી વિસ્તારમાં ફેંકી દીધું. ત્યારપછી તેને લાશના હાથ અને પગ ધડથી અલગ કરી નાખ્યા. ધડને ઘરની પાછળ ખાલી જમીનમાં દાટી દીધું. બાકીના ટુકડા અહીં તહીં ફેંકી દીધા. પોલીસ જપ્ત કરેલા ટુકડાનો ડીએનએ ટેસ્ટ કરાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X