For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા અને ભાજપા નેતા વચ્ચે જામ્યું 'ચપ્પલયુદ્ધ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

bjp
ડિંડોરી, 24 જૂન: એક મહિલાએ અહીં જિલ્લાધિકારી કાર્યાલયની સામે એક સ્થાનિક ભાજપા નેતાની ચપ્પલ વડે ધોલાઇ કરી હતી. મહિલા ભાજપા નેતાના ઘરમાં ભાડે રહેતી હતી, તેને બળજબરીપૂર્વક થોડાં દિવસો પહેલાં ઘરમાંથી કાઢવામાં આવી હતી જેથી નારાજ થઇને તેને ભાજપા નેતાની ધોલાઇ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે મહિલાએ ગઇકાલે ભાજપા નેતા અને ડિંડોરી જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ કૃષ્ણ પરમારની ધોલાઇ કરી હતી. કૃષ્ણ પરમારે પણ મહિલાને પોતાના જૂતાં વડે ફટકારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા કૃષ્ણ પરમારના ઘરમાં ભાડુઆત તરીકે રહેતી હતી પરંતુ થોડાં દિવસો પહેલાં તેને ઘરમાંથી બળજબરીપૂર્વક નિકાળી દેવામાં આવી હતી. શનિવારે મહિલાએ જિલ્લાધિકારી કાર્યાલય પહોંચી હતી જ્યાં એક બેઠકમાં ભાગ લેવા માટે આવેલા કૃષ્ણ પરમાર બહાર નિકળ્યા તો આ મુદ્દે બંને વચ્ચે રકજક જામી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર કૃષ્ણ પરમારે જ્યારે મહિલા સાથે ગેરવર્તણૂંક કરી તો મહિલાએ પોતાનું ચપ્પલ કાઢ્યું અને ભાજપા નેતાની ધોલાઇ કરી દિધી. ત્યારબાદ નેતાએ પણ પોતાના જૂતાં વડે મહિલાને ફટકારી હતી. પોલીસે કૃષ્ણ પરમારની ફરિયાદના આધારે મહિલા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે તેના વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

English summary
A local BJP leader was allegedly beaten by a woman with a slipper in front of the district collectorate here after she was "forcibly" evicted from his house which he had rented to her, police said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X