For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુનામી પીડિતોની યાદમાં આંખો થઇ ભીની, વાંચો ખાસ ન્યૂઝ

|
Google Oneindia Gujarati News

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચાર અંગે વાત કરવામાં આવે તો ચેન્નાઇમાં મરિના બીચ પર સુનામીની 9મી સંવત્સરીએ સુનામી પીડિતોને યાદ કરીને સ્નેહીજનોની આંખ ભીની થઇ ગઇ હતી. ભારત સામેની દક્ષિણ આફ્રિકાની બીજી ટેસ્ટના પહેલા દિવસે જ્યારે જેક્સ કાલિસ મેદાન પર ઉતર્યો ત્યારે સૌની નજર આ મહાન ઓલરાઉન્ડર પર હતી. આવા જ કેટલાક સમાચાર અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે.

લાસ્ટ ટેસ્ટનો ફર્સ્ટ ડે

લાસ્ટ ટેસ્ટનો ફર્સ્ટ ડે

ભારત સામેની દક્ષિણ આફ્રિકાની બીજી ટેસ્ટના પહેલા દિવસે જ્યારે જેક્સ કાલિસ મેદાન પર ઉતર્યો ત્યારે સૌની નજર આ મહાન ઓલરાઉન્ડર પર હતી.

તેલંગણા મુદ્દે બેઠક

તેલંગણા મુદ્દે બેઠક

હૈદરાબાદમાં તેલંગણા બિલ મુદ્દે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરવા અંગે ટીઆરએસના કે ચન્દ્રશેખર રાવ, કે જના રેડ્ડી અને તેલંગણાના સાંસદો દ્વારા બેઠક કરવામાં આવી હતી.

સુનામી પીડિતોની યાદમાં આંખો થઇ ભીની

સુનામી પીડિતોની યાદમાં આંખો થઇ ભીની

ચેન્નાઇમાં મરિના બીચ પર સુનામીની 9મી સંવત્સરીએ સુનામી પીડિતોને યાદ કરીને સ્નેહીજનોની આંખ ભીની થઇ ગઇ હતી.

હિમ વર્ષાનો શિકાર

હિમ વર્ષાનો શિકાર

સ્વિત્ઝરલેન્ડમાં થયેલી હિમ વર્ષા બાદ બરફ નીચે દબાયેલી કારને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહેલો કામ માલિક.

સુનામી પીડિતોને શ્રદ્ધાંજલિ

સુનામી પીડિતોને શ્રદ્ધાંજલિ

ચેન્નાઇમાં મરિના બીચ પર સુનામીની 9મી સંવત્સરીએ સુનામી પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પી રહેલા ઝાપાનીઝ પ્રવાસીઓ.

હૈદરાબાદમાં રબર ફેક્ટરીમાં ધડાકો

હૈદરાબાદમાં રબર ફેક્ટરીમાં ધડાકો

હૈદરાબાદમાં એક રબર ફેક્ટરીમાં થયેલા ધડાકા બાદ ઘટના સ્થળને ચકાસી રહેલા પોલીસ કર્મીઓ.

અરવિંદે ઠૂકરાવી સુરક્ષા વ્યવસ્થા

અરવિંદે ઠૂકરાવી સુરક્ષા વ્યવસ્થા

ગાઝિયાબાદમાં કૌશંબી ખાતે પોલીસ દ્વારા આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાને આમ આદમી પાર્ટીના કન્વિનર અરવિંદ કેજરીવાલ દ્વારા ઠૂકરાવવામાં આવી હતી.

ગોલ્ડ મેડલિસ્ટ તાનિયા

ગોલ્ડ મેડલિસ્ટ તાનિયા

ગોવાહાટીમાં ચોથી લોન બોલ્સ નેશનલ ચેમ્પિયનશિપમાં વિમેન સિંગલમાં તાનિયા ચૌધરીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

યૂનક લોકોની શોભા યાત્રા

યૂનક લોકોની શોભા યાત્રા

ફરિદાબાગદમાં યૂનક લોકોની શોભા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ડાન્સ કરી રહેલા યૂનક્સ.

English summary
A woman cries as she offers prayers to tsunami victims on the ninth anniversary of Tsunami at Marina beach in Chennai on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X