બીજી જ્ઞાતિના યુવક સાથે થયો પ્રેમ, પંચાયતે સામુહિક બળાત્કારની આપી સજા
સુરી(પશ્ચિમ બંગાળ), 23 જાન્યુઆરી: મમતા બેનર્જીના રાજમાં એક યુવતીને બીજી જ્ઞાતિના યુવક સાથે પ્રેમ કરવાની હૃદય કંપાવી નાખે તેવી સજા એક પંચાયત દ્વારા આપવામાં આવી છે. પંચાયતે યુવતીને 13 લોકો દ્વારા સામુહિક બળાત્કાર કરવાની સજા ફટકારી હતી, ત્યાર બાદ આ યુવતીની હાલત ગંભીર છે, તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જાણકારી અનુસાર બીરભૂમ જિલ્લાના લાભપુરમાં 13 લોકોએ 20 વર્ષીય એક આદિવાસી યુવતી પર કથિત રીતે સામુહિક બળાત્કાર ગૂજાર્યો છે. આ લોકો અન્ય સમુદાયના યુવક સાથે યુવતીના પ્રેમ સંબંધોની વિરુધ્ધ હતા. પોલીસે જણાવ્યું કે તમામ 13 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે પીડિતાની હાલત ખૂબ જ ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ઘટના મંગળવાર રાતની છે.
યુવતીના પરિવારે લાભપુર પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું કે ઘટના તેમના સમુદાયના લોકોની પંચાયત બાદ ઘટી. પંચાયતમાં આ લોકોએ યુવતીના અન્ય જ્ઞાતિના યુવક સાથેના પ્રેમ સંબંધોનો વિરોધ કરી તેને દંડ કરવાની માંગ કરી, બાદમાં આ ઘટના ઘટી.

સ્થાનીય લોકોના એક વર્ગે મીડિયાને જણાવ્યું કે એક કાંગારૂ કોર્ટ બાદ આદિવાસીઓએ આ શરમજનક નિર્ણય લીધો, પરંતુ તેની અધિકારીક રીતે કોઇ ખરાઇ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ચાર વર્ષ પહેલા આ પ્રકારના કિસ્સામાં એક આદિવાસી યુવતીને નિર્વસ્ત્ર કરીને ફરાવવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
