કોંગ્રેસ નેતાના ભાઈની ગુંડાગિરી, બજાર વચ્ચે મા-દીકરીને બેલ્ટથી મારી

પંજાબના અમૃતસરનો એક ચોંકવનારો કેસ સામે આવ્યો છે. અહીં સત્તાના નશામાં કોંગ્રેસ નેતા રાકેશ ચૌધરીના ભાઈ અને તેમના સાથીઓએ એક મહિલા સાથે મારપીટ કરી. જણાવવામાં આવી રહ્યુ છે કે રાકેશ ચૌધરીના ભાઈએ મહિલાની દીકરીને રૂપિયાની લેવડદેવડ બાબતમાં મારી. ઘટના શુક્રવારે સવારે 11 વાગે મુક્સતરના બુઢા ગુજ્જરની છે જ્યાં પૈસાની સામાન્ય લેવડદેવડ બાબતે લોકસભા ચૂંટણીના સમયે અકાલી દળ છોડી કોંગ્રેસમાં શામેલ થયેલા વૉર્ડ-29ના નેતા રાકેશ ચૌધરીના ભાઈ તેમજ તેમના સાથીઓ એક મહિલા અને તેની દીકરીને ઘરની બહાર ગલીમાં ઢસડીને ખરાબ રીતે બેલ્ટ અને લાતોથી મારે છે અને લોકો તમાશો જોતા રહે છે.

punjab congress

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગુંડા પહેલા યુવતી સાથે હેવાનિયત પર ઉતરે છે અને પછી જ્યારે મમ્મી-મમ્મી બૂમાબૂમ કરવા પર જ્યારે તેની મા તેને છોડાવવાની કોશિશ કરે છે તો નેતાના ભાઈ સન્ની ચૌધરી તેને પણ ખરાબ રીતે વાળથી પકડીને ઢસડીને પાણીના ખાડા તરફ ધકેલીને મારવા લાગે છે. સન્ની ક્યારેક મહિલાના પેટમાં લાત મારે છે તો ક્યારેક તેના વાળ ખેંચે છે અને ક્યારેક તેના ઉપર બેસીને તેની પિટાઈ કરે છે. સાથે સન્ની ચૌધરી ભાણિયો ચામડાના બેલ્ટથી મારી રહ્યો હોય છે. પીડાની આ કહાનીને બૂમાબૂમ કરતા, મદદની પોકાર કરતા માત્ર 9 વર્ષના બાળકે કેમેરામાં કેદ કરી છે.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ મુક્તસરની આ ઘટના પર એસએસપી મનજીત ઢેસીએ કહ્યુ, 'આ ખૂબ જ દૂર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે 6 જણની ધરપકડ કરી છે અને તેમને કડક સજા આપવામાં આવશે. પીડિતાને હાલમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X