નવી દિલ્લી રેલવે સ્ટેશન પર મહિલા સાથે ગેંગરેપ, રેલવેના ચાર કર્મચારીની ધરપકડ
દેશની રાજધાની દિલ્લીમાં એક ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે.
નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં એક ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. ચાર રેલવે કર્મચારીઓ પર નવી દિલ્લી રેલવે સ્ટેશન પર 30 વર્ષની મહિલા સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે. રેલવે ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યુ કે આ ઘટના 21 જુલાઈની છે અને આ કેસમાં એફઆઈઆર નોંધીને ચારે આરોપી રેલવે કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. સામૂહિક બળાત્કારના ચાર આરોપીઓ સ્ટેશન પર જ વીજળી વિભાગમાં કામ કરતા હતા અને આ ઘૃણાસ્પદ ઘટનાને રેલવે સ્ટેશનના ઇલેક્ટ્રીક મેઈન્ટેનન્સ સ્ટાફ ક્વાર્ટર્સની અંદર અંજામ આપવામાં આવ્યો હતો.

ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યુ કે આરોપીઓએ ગુરુવારે મોડી રાત્રે નવી દિલ્લી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 પર ઇલેક્ટ્રિક મેન્ટેનન્સ સ્ટાફ ક્વાર્ટરની અંદર મહિલા સાથે ગેંગરેપ કર્યો. ગુરુવારે મોડી રાત્રે લગભગ 2:27 વાગ્યે આ ઘટના અંગે કૉલ આવ્યો હતો પરંતુ જ્યારે સ્ટાફે કૉલ કરનારની શોધ કરી ત્યારે એ મહિલા મળી ન હતી. આ પછી જ્યારે મહિલાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે મને કહ્યુ કે તે નવી દિલ્લી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 પર ઉભી છે.
પતિથી અલગ રહેતી હતી મહિલા, આરોપીએ આપ્યુ હતુ નોકરીનુ વચન
મળતી માહિતી મુજબ પીડિત મહિલા છેલ્લા એક વર્ષથી તેના પતિથી અલગ રહેતી હતી અને તેના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. લગભગ બે વર્ષ પહેલા મહિલાની ઓળખાણ એક આરોપી સાથે થઈ હતી અને તેણે ખુદને રેલવે કર્મચારી તરીકે ગણાવીને નોકરી અપાવવાનુ વચન આપ્યુ હતુ. આ પછી બંનેએ ફોન પર વાત કરવાનુ ચાલુ રાખ્યુ અને 21 જુલાઈએ આરોપીએ મહિલાને જન્મદિવસની પાર્ટીના બહાને તેના ઘરે બોલાવી.
ઘટના દરમિયાન ક્વાર્ટરની બહાર બે સાથીઓએ આપ્યો પહેરો
આ મહિલા રાત્રે લગભગ 10:30 વાગ્યે દિલ્લીના કીર્તિનગર મેટ્રો સ્ટેશન પર પિક કરી અને ત્યાંથી તેને દિલ્લીના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8-9 પર લઈ ગયો. આરોપીએ મહિલાને પ્લેટફોર્મ પર બનેલા ઇલેક્ટ્રિક મેન્ટેનન્સ સ્ટાફ ક્વાર્ટરમાં બેસવા કહ્યુ. આ પછી આરોપી તેના ત્રણ મિત્રો સાથે ક્વાર્ટરમાં આવ્યો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો અને મહિલા સાથે ગેંગરેપ કર્યો. આ દરમિયાન આરોપીના બે સાથીઓએ બહાર ઉભા રહીને પહેરો આપ્યો જેથી કોઈને ઘટનાની જાણ ન થાય.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
