લડ્ડુ બાબાએ પાર્લરવાળી મહિલાનો રેપ કર્યો, વીડિયો બનાવ્યો

પંજાબમાં એક એવો મામલો સામે આવ્યો છે જેને કારણે આખા વિસ્તારમાં સનસની મચી ગયી છે. અહીં એક ઢોંગી બાબા વર્ષો સુધી બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે દુષ્કર્મ કરતો રહ્યો.

પંજાબમાં એક એવો મામલો સામે આવ્યો છે જેને કારણે આખા વિસ્તારમાં સનસની મચી ગયી છે. અહીં એક ઢોંગી બાબા વર્ષો સુધી બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે દુષ્કર્મ કરતો રહ્યો. તેને મહિલાનો વીડિયો પણ બનાવી લીધો અને તેને બ્લેકમેલ કરીને પૈસા પણ વસૂલ કરતો રહ્યો. પીડિતા ઘ્વારા હવે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે અને તેની તપાસ કરી રહી છે. મળતી જાણકારી અનુસાર બ્યુટી પાર્લર ચલાવનાર મહિલાની આર્થિક સ્થિતિ સારી ના હતી. જેને કારણે પરિવાર તાંત્રિકના ચક્કરમાં ફસાઈ ગયો. તેઓ આ લડ્ડુ બાબા નામના ઢોંગીમાં વિશ્વાસ કરવા લાગ્યા અને તેમને ભગવાન માનીને તેમની પૂજા પણ કરતા હતા.

rape

પરંતુ તાંત્રિકે ફાયદો ઉઠાવીને મહિલાને પોતાની જાળમાં ફસાવી લીધી. તે પરિવારના સભ્યોની ગેરહાજરીમાં બ્યુટી પાર્લર ચલાવનાર મહિલા સાથે દુષ્કર્મ કરવા લાગ્યો. એટલું જ નહીં પરંતુ તે મહિલાને ડરાવી અને ધમકાવીને તેનો વીડિયો પણ બનાવી લેતો હતો. ત્યારપછી તાંત્રિક તેને બ્લેકમેલ કરીને પોતાની હવસનો શિકાર બનાવવા લાગ્યો. તે ત્રણ વર્ષ સુધી મહિલા સાથે આ ગંદુ કામ કરતો રહ્યો. આ દરમિયાન તે ઘણી વાર મહિલાને બીજા શહેરમાં પણ લઇ જતો હતો. પીડિત મહિલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ દરમિયાન તે તાંત્રિક ઘણીવાર તેની પાસેથી પૈસા પણ વસૂલ કરતો હતો.

જયારે બાબાની વાતોનો કોઈ જ ફાયદો થયો નહીં અને પરિવારની હાલત સુધરી નહીં ત્યારે મહિલાએ બાબા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદ નોંધીને મામલાની તપાસ શરુ કરી દીધી છે. પોલીસે બાબાના ઘણા ઠેકાણે છાપા માર્યા પરંતુ તેનો કોઈ જ ફાયદો થયો નહીં. બીજી બાજુ પોલીસે મહિલાનો મેડિકલ પણ કરાવ્યો. પોલીસે જણાવ્યું કે મેડિકલ રિપોર્ટ આવ્યા પછી સખત પગલાં લેવામાં આવશે. પોલીસ તાંત્રિકને શોધી રહી છે. ચોકી પ્રમુખ પરમજીત સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જલ્દી તાંત્રિકની ધરપકડ કરી લેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X