Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પીએમ મોદી સાથે વિંગ કમાંડર અભિનંદનની પત્ની બતાવીને વાયરલ કરાયેલ ફોટાનું સત્ય

દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોવા મળી રહેલી મહિલા અભિનંદન વર્તમાનની પત્ની છે.

ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાન સતત સમાચારોમાં છવાયેલા છે. જે રીતે તેમણે 27 ફેબ્રુઆરીએ ભારતીય જમીનમાં ઘૂસેલી પાકિસ્તાનના એફ-16 ફાઈટર પ્લેનને પોતાના મિગ-21થી નિશાન બનાવ્યુ. જો કે આ દરમિયાન મિગ-21 પડી ગયા બાદ તેમના પાકિસ્તાન પહોંચવા અને પછી ત્યાંથી લગભગ 60 કલાક રહ્યા બાદ ભારત પાછા આવવા પર સમગ્ર દેશની નજર ટકેલી હતી. અભિનંદન વર્તમાન ભલે એક માર્ચે પાછા આવી ગયા છે પરંતુ સોશિયલ મીડિયા પર યુઝર્સ સતત તેમની સાથે જોડાયેલી માહિતીઓ શેર કરતા રહે છે. જો કે આ ક્રમમાં ઘણા યુઝર્સ અમુક ખોટી માહિતીઓ પણ શેર કરી રહ્યા છે. આવી જ એક પોસ્ટ સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોવા મળી રહેલી મહિલા અભિનંદન વર્તમાનની પત્ની છે. જો કે યુઝર્સ દ્વારા વાયરલ કરવામાં આવી રહેલ આ ફોટાની હકીકત કંઈક અલગ જ છે.

જાણો શું છે વાયરલ થઈ રહેલા આ ફોટાની હકીકત

જાણો શું છે વાયરલ થઈ રહેલા આ ફોટાની હકીકત

ઈન્ડિયા ટુડે એન્ટી ફેક ન્યૂઝ વૉર રૂમ (AFWA) એ પીએમ મોદી સાથે વિંગ કમાંડર અભિનંદનની પત્ની ગણાવીને વાયરલ કરવામાં આવી રહેલ ફોટાની હકીકતનો ખુલાસો કર્યો છે. તેમાં જોવામાં આવ્યુ કે વાયરલ ફોટામાં જોવા મળી રહેલી મહિલા વિંગ કમાંડર અભિનંદનની પત્ની નથી. વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જોવા મળી રહેલી મહિલા જેડીયુના ઉપાધ્યક્ષ અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની પત્ની જ્હાન્વી દાસ છે. સાથે તેમનો પુત્ર પણ છે. આ ફોટો એ વખતનો છે જ્યારે તે પીએમ મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા.

પીએમ મોદી સાથે જોવા મળી રહેલી મહિલા પ્રશાંત કિશોરની પત્ની છે

પીએમ મોદી સાથે જોવા મળી રહેલી મહિલા પ્રશાંત કિશોરની પત્ની છે

ભલે આ ફોટાની હકીકત એકદમ અલગ હોય પરંતુ યુઝર્સે અભિનંદનની પત્ની ગણા ને આ ફોટાને ખૂબ શેર કર્યો છે. જાણકારી મુજહ અત્યાર સુધીમાં 8600થી વધુ વાર યુઝર્સે આ ફોટાને શેર કર્યો છે. આ દરમિયાન કોઈએ પણ આ ફોટાની હકીકત જાણવાની કોશિશ કરી નહિ. ઈન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર જ્યારે તેમણે આ વાયરલ ફોટાને જોયો તો તેમણે આની તપાસ કરી. જેમાં જાણવા મળ્યુ કે આ ફોટો પ્રશાંત કિશોરના પત્ની જ્હાન્વી દાસનો છે. ઈન્ડિયા ટુડેની ટીમે પ્રશાંત કિશોર સાથે પણ આ અંગે વાત કરી તો તેમણે પણ કહ્યુ કે આ ફોટો તેમના પત્ની અને પુત્રનો છે. તેમણે એ પણ જણાવ્યુ કે આ ફોટો ગયા વર્ષે હોળી પર લીધો હતો. તેમનો પરિવાર આશ્ચર્યમાં છે કે છેવટે કેવી રીતે તેમનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ છે વિંગ કમાંડર અભિનંદનની પત્ની તન્વી મારવાહ

આ છે વિંગ કમાંડર અભિનંદનની પત્ની તન્વી મારવાહ

વળી, વિંગ કમાંડર અભિનંદન વર્તમાનના પત્નીનું નામ તન્વી મારવાહ છે. તન્વી પોતે પણ એરફોર્સમાં રહી ચૂક્યા છે અને સ્ક્વૉડ્રન લીડરના પદેથી રિટાયર થઈ ચૂક્યા છે. અભિનંદનની પત્નીના ફોટા એ સમયે આવ્યા હતા જ્યારે પાકિસ્તાનથી પાછા આવ્યા બાદ અભિનંદન દિલ્લીમાં આર્મી હોસ્પિટલમાં મેડીકલ તપાસ માટે રોકાયા હતા. તે સમયે તેમની પત્ની અને તેમનો પુત્ર તેમને મળવા માટે આવ્યા હતા. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ પણ અભિનંદનની ખબર પૂછવા માટે એ સમયે હોસ્પિટલમાં આવ્યા, એ દરમિયાન અભિનંદનના પત્ની અને બાળક સાથે પણ મુલાકાત કરી હતી.

દિલ્લીમાં નિર્મલા સીતારમણે કરી હતી અભિનંદનના પરિવાર સાથે મુલાકાત

દિલ્લીમાં નિર્મલા સીતારમણે કરી હતી અભિનંદનના પરિવાર સાથે મુલાકાત

આ એ ફોટો છે જેમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ વિંગ કમાંડર અભિનંદનની પત્ની તન્વી મારવાહ અને તેમના પુત્ર સાથે મુલાકાત કરી રહ્યા છે. અભિનંદન વર્તમાન પોતે પણ ફોટામાં જોવા મળી રહ્યા છે. આ ફોટો દિલ્લીની આર્મી હોસ્પિટલનો છે. આ દરમિયાન અભિનંદન સાથે મુલાકાત માટે વાયુસેના પ્રમુખ પણ આવ્યા હતા. સાથે વાયુસેના સાથે જોડાયેલા ઘણા અધિકારી પણ તેમને મળવા માટે પહોંચ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X