વીડિયો: બીજી જાતિના વ્યક્તિને પ્રેમ કરવાની શર્મનાક સજા

મધ્યપ્રદેશના દેવીગઢમાં આવેલા ઝાબુઆમાં દેશને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આઝાદીના આટલા વર્ષો વીતી ગયા પછી પણ દેશમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારોની શર્મનાક તસ્વીર સામે આવી છે.

મધ્યપ્રદેશના દેવીગઢમાં આવેલા ઝાબુઆમાં દેશને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. આઝાદીના આટલા વર્ષો વીતી ગયા પછી પણ દેશમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારોની શર્મનાક તસ્વીર સામે આવી છે. અહીં એક મહિલાને બીજી જાતિના વ્યક્તિને પ્રેમ કરવાની એવી સજા આપવામાં આવી જેની કોઈને આશા પણ ના હતી. મહિલાને આખા ગામની સામે પોતાના પતિને ખભા પર ઉઠાવીને ચાલવું પડ્યું. આ દરમિયાન ગામના લોકો તેને જોઈને ચીસો પાડતા અને તેનો મજાક ઉડાવતા હતા.

video viral

જે સમયે મહિલા પોતાના પ્રેમીને ખભા પર ઉઠાવીને ચાલી રહી હતી ત્યારે મોટી સંખ્યામાં ગામના લોકો પણ તેની સાથે ચાલી રહ્યા હતા. ઘણા લોકો આ ઘટનાનો મોબાઈલ પર વીડિયો બનાવી રહ્યા હતા. જે સૌથી વધારે શર્મનાક વાત છે કે એક વૃદ્ધ વ્યક્તિ મહિલાની આગળ ડાન્સ કરીને પણ ચાલી રહ્યો હતો. આ ઘટના શુક્રવારની છે. આ ઘટના સામે આવ્યા પછી ઝાબુઆ એસપી વિનીત જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું કે કેટલાક લોકોએ ઝાબુઆ દેવીગઢમાં એક મહિલાનું અપમાન કર્યું છે. તેમને કહ્યું કે આખો મામલો સામે આવ્યા પછી તેમને કેસ નોંધી લીધો છે. બધા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે બે લોકોની ધરપકડ પણ કરી છે.

આ પણ વાંચો: યુવકે અજીબ કારણે 100 નંબર ડાયલ કર્યો, વીડિયો વાયરલ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X