યુવકે અજીબ કારણે 100 નંબર ડાયલ કર્યો, વીડિયો વાયરલ
સામાન્ય રીતે લોકો 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ માંગે છે. પરંતુ ક્યારેક વિચાર્યું છે કે કોઈ પોલીસને 100 નંબર ડાયલ ફક્ત એટલા માટે કરે કારણકે તેની પાસે ઘરે જવા માટે પૈસા ના હોય.
સામાન્ય રીતે લોકો 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ માંગે છે. પરંતુ ક્યારેક વિચાર્યું છે કે કોઈ પોલીસને 100 નંબર ડાયલ ફક્ત એટલા માટે કરે કારણકે તેની પાસે ઘરે જવા માટે પૈસા ના હોય. બિલકુલ આવો જ એક મામલો સામે આવ્યો છે જયારે એક યુવકે 100 નંબર ડાયલ કરીને પોલીસ પાસે મદદ માંગી. તેને પોલીસને ફોન કરીને એટલા માટે બોલાવ્યા કારણકે તેની પાસે ઘરે જવા માટે પૈસા ના હતા. એટલા માટે તે ઈચ્છતો હતો કે પોલીસ તેને જીપમાં ઘરે છોડવા માટે આવે. રસપ્રદ બાબત છે કે યુવક આ કામને પોલીસની જવાબદારી માને છે કારણકે પોલીસ અને પોલીસની ગાડી સામાન્ય જનતા માટે છે.
આ પણ વાંચો: જુઓ ખોફનાક વીડિયો: દબંગ કાર ચાલકે બે કિલોમીટર સુધી ઘસેડ્યો

પોલીસની ગાડીમાં જ ગુંનોર જઈશ
સોશ્યિલ મીડિયા પર આ યુવકનો વીડિયો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં પોલીસવાળા આ યુવક સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. પોલીસ અધિકારી યુવકને પૂછી રહ્યા છે કે તમે 100 નંબર ડાયલ કર્યો છે, તમને પોલીસની મદદ જોઈએ છે? ત્યારે યુવક કહે છે કે હા, મને ગુંનોર જવું છે. આપને જણાવી દઈએ કે ગુંનોર સંભાલ જિલ્લામાં આવેલું છે. જયારે પોલીસે તેને પૂછ્યું કે આ કોઈ બસ સેવા છે? ત્યારે યુવકે કહ્યું કે તેની પાસે બસમાં જવાના પૈસા નથી. જો મેં 100 નંબર ડાયલ કરીને પોલીસ બોલાવી છે, એટલા માટે હવે હું પોલીસની ગાડીમાં જ ગુંનોર જઈશ.

પોલીસની ગાડી સરકારી છે
યુવક વીડિયોમાં જણાવે છે કે આખરે કેમ તે પોલીસની ગાડીમાં ગુંનોર જવા માંગે છે. યુવક કહે છે કે પોલીસની ગાડી સરકારી ગાડી છે. પોલીસે જયારે યુવકને પૂછે છે કે શુ તે નશો કરે છે? ત્યારે યુવક જણાવે છે કે હું ફક્ત ચિલમ પીવું છું. તે પોતાની ચિલમ બતાવે છે અને કહે છે કે તે કોઈ નશો નથી કરતો ફક્ત ચિલમ જ પીવે છે. યુવક જણાવે છે કે તે ઘણા સમયથી ચિલમ પી રહ્યો છે. વીડિયોમાં અંતમાં જોઈ શકાય છે કે પોલીસ યુવકની માંગ પર સ્વીકૃતિ વ્યક્ત કરે છે.

ચિલમ પીવું છું
જે રીતે યુવક પોલીસ સામે અજીબ વાતો કરી રહ્યો હતો તે સાંભળીને પોલીસને શંકા થઇ કે યુવક નશો તો નહીં કરી રહ્યો? યુવકને જયારે પોલીસે પૂછ્યું કે તેને નશો કર્યો છે? તેના જવાબમાં યુવકે કહ્યું કે નશો તો હું નથી કરતો પરંતુ ચિલમ પીવું છું. તેને પોતાની ચિલમ પોલીસને બતાવી અને કહ્યું કે તેના સિવાય બીજો કોઈ નશો નથી કરતો.
Hats off to @Uppolice
— Saurabh Dwivedi (@saurabhtop) March 16, 2019
What all they deal with pic.twitter.com/qBS8qynV6t
2nd Part pic.twitter.com/Wvb7737XGE
— Chowkidar Tushar Chauhan 🇮🇳 (@tushrchauhan) March 16, 2019
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
