જુઓ ખોફનાક વીડિયો: દબંગ કાર ચાલકે બે કિલોમીટર સુધી ઘસેડ્યો

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એક દબંગ કાર ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી.

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક ચોંકાવી નાખે તેવી ઘટના સામે આવી છે. અહીં એક દબંગ કાર ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી. જયારે પીડિતે તેનો વિરોધ કર્યો અને તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કાર ચલાવી રહેલો દબંગ યુવક તેને ઘસેડતો 2 કિલોમીટર સુધી લઇ ગયો. પીડિત યુવક કારના બોનેટ પર લટકી રહ્યો હતો. ઘણીવાર એવું પણ લાગ્યું કે પીડિત યુવક બોનેટથી ગબડી પડશે. હવે આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પોતાનો જીવ બચાવવા માટે યુવક કઈ રીતે કારના બોનેટ પર લટકી રહ્યો છે.

2 કિલોમીટર પછી ગાડી રોકી

2 કિલોમીટર પછી ગાડી રોકી

વાયરલ વીડિયો ગાઝીયાબાદના ઈન્દિરાપુરમ ચોકી વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં કાર પર લટકેલો વ્યક્તિ બચાઓ બચાઓ ચીસો પાડી રહ્યો છે. પરંતુ કાર ચાલક તેને નીચે ફેંકવાના પ્રયાસ સાથે કાર ભગાવી રાખે છે. 2 કિલોમીટર પછી તેને ગાડી રોકી.

કાર ચાલક એક્સીડંટ કરીને ભાગી રહ્યો હતો

કાર ચાલક એક્સીડંટ કરીને ભાગી રહ્યો હતો

પીડિતે જણાવ્યું કે આરોપી કાર ચાલક તેનો એક્સીડંટ કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જયારે તેને રોક્યો તો તેના પર ગાડી ચઢાવી દેવાનો પ્રયત્ન કર્યો. તે જીવ બચાવવા માટે ગાડીના બોનેટ પર લટકી ગયો.

વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ

વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ

આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સાફ જોવા મળી રહ્યું છે કે યુવક પોતાનો જીવ બચાવવા માટે ગાડીના બોનેટ પર લટકી રહ્યો છે. આ દરમિયાન યુવક બચાવવા માટે ચીસો પણ પાડી રહ્યો છે. ઘટના દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ પોલીસને તેના વિશે સૂચના આપી. સૂચના પર પહોંચેલી પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X