મહિલાઓને મસ્જિદમાં આવીને નમાઝ પઢવાની મંજૂરી છેઃ AIMPLBએ સુપ્રીમ કોર્ટમાં કહ્યુ

બુધવારે સુપ્રીમ કોર્ટમાં ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ(એઆઈએમપીએલબી)એ કહ્યુ કે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશીને નમાઝ પઢવાની મંજૂરી છે.

નવી દિલ્લીઃ ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ(એઆઈએમપીએલબી)એ બુધવારે સુપ્રીમ કોર્ટને કહ્યુ કે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશીને નમાઝ પઢવાની મંજૂરી છે. બોર્ડે કહ્યુ કે મુસ્લિમ મહિલા નમાઝ પઢવા માટે મસ્જિદમાં આવવા સ્વતંત્ર છે અને એ તેમના પર નિર્ભર કરે છે કે તે મસ્જિમાં નમાઝ પઢવા માટે પોતાના અધિકારનો ઉપયોગ કરવા માંગે છે કે નહિ. એઆઈએમપીએલબીએ સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને આ માહિતી આપી છે. આ એફિડેવિટ મુસ્લિમ મહિલાઓના મસ્જિદમાં જઈને નમાઝ પઢવા સંબંધિત એક અરજીને લઈને દાખલ કરવામાં આવી છે.

SC

એફિડેટમાં વકીલ એમ આર શમશાદે કહ્યુ છે કે મસ્જિદ સંપૂર્ણપણે ખાનગી સંસ્થાઓ છે અને મસ્જિદોના સંચાલકો દ્વારા તે નિયંત્રિત થાય છે. ફરહા અનવર હુસેન શેખે 2020માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવીને મુસ્લિમ મહિલાઓ પર ભારતમાં મસ્જિદોમાં પ્રવેશ પર કથિત પ્રતિબંધ અંગે નિર્દેશો જાહેર કરવા વિનંતી કરી હતી. આ અરજી પર માર્ચમાં સુનાવણી થઈ શકે છે.

એફિડેવિટમાં કહેવામાં આવ્યુ છે કે એઆઈએમપીએલબી વિશેષજ્ઞોની સંસ્થા છે અને તેની પાસે કોઈ શક્તિ નથી અને આ માત્ર ઈસ્લામના સિદ્ધાંતો પર પોતાની સલાહ જાહેર કરી શકે છે. ધાર્મિક ગ્રંથો, સિદ્ધાંતો, ઈસ્લામ માનનારાઓના ધાર્મિક વિશ્વાસો પર વિચાર કરીને એ દલીલ કરવામાં આવે છે કે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ કરીને નમાઝ પઢવાની મંજૂરી નથી. એઆઈએમપીએલબી આ બાબતે કોઈ વિરોધી ધાર્મિક મત પર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતુ.

આ ઉપરાંત એફિડેવિટમાં કહેવામાં આવ્યુ છે કે ઈસ્લામે મહિલાઓ માટે એ જરુરી નથી કર્યુ કે તે દિવસમાં પાંચ સમયની નમાઝ જમાત(સામૂહિક) સાથે પઢે કે જુમ્મા(શુક્રવાર)ની નમાઝ જમાત સાથે પઢે. જો કે, એ મુસ્લિમ પુરુષો માટે જરુરી છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે ઈસ્લામના સિદ્ધાંત મુજબ મુસ્લિમ મહિલાઓ ભલે ઘરે નમાઝ પઢે કે મસ્જિદમાં પઢે, તેમને એક જેવુ જ સવાબ(પુણ્ય) મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X