હાજી અલી દરગાહમાં મહિલાઓ પ્રવેશી નહીં શકે

આ નિર્ણય પાછળ તેમનો તર્ક એવો છે કે ઈસ્લામમાં મહિલાઓના પ્રવેશનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ટ્રસ્ટે એવી સ્પષ્ટતા પણ કરી છે કે આ તેમનો અંતિમ નિર્ણય છે.
ટ્રસ્ટનું કહેવું છે કે સ્ત્રીઓ દરગાહ પરિસરમાં આવી શકે છે. પરંતુ જે સ્થાન પર પવિત્ર દરગાહ આવેલી છે ત્યાં તેઓ પ્રવેશ મેળવી શકશે નહી. આ કબર ૧૫મી સદીનાં સૂફી સંત પીર હાજી અલી શાહ બુખારીની છે.
નોંધનીય છે કે, મુંબઈ કાંઠેથી અંદાજે ૫૦૦ મીટર પાણીની અંદર અરબી સમુદ્રમાં આ દરગાહ આવેલી છે. અંદાજે ૬ મહિના પહેલા લગાડવામાં આવેલા આ પ્રતિબંધનો હવે વિરોધ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
