Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રોડ શૉ દરમિયાન સની દેઓલના ટ્રક પર ચઢી મહિલા, Kiss કરી

આજકાલ બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. તેઓ ભાજપની ટિકિટ પર ગુરુદાસપુરથી ચૂંટણી લડી રહ્યા છે.

આજકાલ બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. તેઓ ભાજપની ટિકિટ પર ગુરુદાસપુરથી ચૂંટણી લડી રહ્યા છે. બુધવારે તેમને બટાલામાં રોડ શૉ પણ કર્યો હતો. આ રોડ શૉ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સની દેઓલને જોવા માટે લોકોની મોટી ભીડ જામી હતી. પરંતુ આ રોડ શૉમાં કંઈક એવું થયું, જેની કોઈએ કલ્પના પણ કરી ના હતી.

આ પણ વાંચો: યુપીમાં બૂથ મેનેજમેન્ટથી SP-BSPના જાતીય સમીકરણ સામે આ રીતે લડી રહ્યું છે ભાજપ

મહિલાએ સનીને કિસ કરી

મહિલાએ સનીને કિસ કરી

ખરેખર રોડ શૉ દરમિયાન એક મહિલા સની દેઓલની ગાડી પર ચઢી ગઈ. બધાને લાગ્યું કે તે સની દેઓલ સાથે ફોટો ખેંચાવવા માટે ગાડી પર ચઢી છે. સની દેઓલે જાતે તે મહિલાને ગાડી પર ચઢવા માટે મદદ કરી. પરંતુ ત્યારપછી મહિલાએ જે કર્યું તે હેરાન કરી નાખે તેવી હતું.

સની દેઓલે મહિલાને ગાડી પર ચઢવા માટે મદદ કરી

સની દેઓલે મહિલાને ગાડી પર ચઢવા માટે મદદ કરી

મહિલાએ પહેલા સની દેઓલને ગળે લગાવ્યો. ત્યારપછી તેના ગાલ પર કિસ કરી. તે હસતા હસતા ગાડીથી નીચે ઉતરી આવી. મહિલાની આ હરકતથી બધા જ હેરાન હતા, જયારે સની દેઓલનો ચહેરો શરમથી લાલ થઇ ગયો હતો. આ મહિલાની હાલમાં સોશ્યિલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. લોકો તેના પર રમુજી કમેન્ટ પણ કરી રહ્યા છે.

ગુરદાસપુરમાં રોડ શો

ગુરદાસપુરમાં રોડ શો

સની દેઓલે ગુરદાસપુરમાં પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી. સની દેઓલે ગુરદાસપુરમાં એક રોડ શો કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે એકઠા થયા. રોડ શો દરમિયાન સની વોટર્સને રિઝવવા માટે પોતાના હાથમાં હેન્ડ પંપ લઈને આવ્યા હતા. જણાવી દઈએ કે પોતાની ફિલ્મ ગદરના એક સીનમાં સની દેઓલે હેન્ડ પંપ ઉખાડ્યો હતો, જે ભારે ચર્ચાનો વિષય હતો. રોડ શો દરમિયાન સની દેઓલે ફિલ્મી અંદાજમાં ડાયલૉગ બોલતા તેમને વોટ આપવાની અપીલ પણ કરી.

સની પર છે 53 કરોડનું દેવું

સની પર છે 53 કરોડનું દેવું

જણાવી દઈએ કે સની દેઓલે ગુરદાસપુર સીટથી નામાંકન દાખલ કરતી સમયે ચૂંટણી પંચને જાણકારી આપી હતી કે તેમની અને તેમની પત્ની પાસે કુલ 87 કરોડની સંપત્તિ છે, જ્યારે તેઓ 53 કરોડના દેવાદાર છે. ચૂંટણી પંચને આપેલ સોગંધનામા મુજબ વર્ષ 2017-18માં સની દેઓલની આવક 63.82 લાખ રૂપિયા હતી, જ્યારે વર્ષ 2016-17માં 96.29 લાખ અને 2015-16માં તેમની આવક 2.25 કરોડ રૂપિયા હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X