For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીમાં બૂથ મેનેજમેન્ટથી SP-BSPના જાતીય સમીકરણ સામે આ રીતે લડી રહ્યું છે ભાજપ

ચૂંટણીના રાજકારણમાં જે લોકોને થોડો ઘણો રસ પડે છે, તેઓ બૂથ મેનેજમેન્ટ માટે ભાજપને દાદ જરૂર આપે છે. પાર્ટી માટે બૂથ લેવલના કાર્યકર્તાઓ કેટલા મહત્વના છે

|
Google Oneindia Gujarati News

ચૂંટણીના રાજકારણમાં જે લોકોને થોડો ઘણો રસ પડે છે, તેઓ બૂથ મેનેજમેન્ટ માટે ભાજપને દાદ જરૂર આપે છે. પાર્ટી માટે બૂથ લેવલના કાર્યકર્તાઓ કેટલા મહત્વના છે, તેનો અંદાજ એ વાતથી જ લગાવી શકો છો કે છેલ્લા એક - સવા વર્ષમાં ખુદ વડાપ્રધાન મોદીએ દેશના દરેક ખૂણે હજારો કાર્યકર્તાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો છે. પાર્ટીની સફળતાની ગમે તે વાત હોય વડાપ્રધાન મોદીએ બૂથ લેવલના કાર્યકર્તાઓના હંમેશા વખાણ કર્યા છે. 26 એપ્રિલે જ્યારે તેઓ વારાણસી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા, ત્યારે બૂથ લેવલના કાર્યકર્તાઓ સાથે સંપર્ક કરવાનું નથી ભૂલ્યા. ઉત્તર પ્રદેશમાં આગામી બે તબક્કાના મતદાન માટે ભાજપે તમામ બૂથ જીતવાની જવાબદારી આવા જ કાર્યકર્તાઓને સોંપી છે. પક્ષ એ રણનીતિ પર કામ કરી રહ્યો છે કે પ્રચાર સમાપ્ત થવાના દિવસથી મતદાનના દિવસે મતદારોને પોલિંગ બુથ સુધી કાર્યકર્તાઓ લઈ આવે. ભાજપનું માનવું છે કે બાકીના બે તબક્કામાં જો તેમના સમર્થકો મતદાન મથક સુધી પહોંચ્યા તો સપા-બસપાનું તમામ જાતીય અને સામાજિક સમીકરણ બાંગી પડશે. પક્ષની નેતાગિરીનું માનવું છે કે રાજ્યમાં 60 ટકા લોકો મોદી અને પક્ષના કામથી ખુશ છે. બસ કોશિશ એ કરવાની છે કે મતદારો ચૂંટણીના દિવસે મતદાન મથક સુધી પહોંચી જાય.

આ પણ વાંચો: પોતાનો મજાક ઉડાવી ચૂંટણીમાં વોટ માંગી રહ્યો છે આ નેતા

ભાજપ માટે મહત્વના છે 48 કલાક

ભાજપ માટે મહત્વના છે 48 કલાક

ભાજપે બૂથ મેનેજમેન્ટના દમ પર જ 2014માં યુપીમાં તમામ જાતીય અને સામાજિક સમીકરણો તોડી નાખ્યા હતા. હવે છઠ્ઠા અને સાતમા તબક્કામાં 14 અને 13 બેઠક પર પણ પક્ષ કરો યા મરોની નીતિ અપનાવી રહી છે. આ 27માંથી ગયા વખતે ભાજપે 26 બેઠકો પર જીત મેળવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ભાજપના મોવડી મંડળનું માનવું છે કે જો છેલ્લા 48 કલાકમાં ભાજપના બૂથ લેવલના કાર્યકર્તાો પીએમ મોદીની ગુડવીલને વોટમાં બદલી શક્શે, તો બસપા-સપા-આરએલડીના પડકારને ભાજપ જીતી શક્શે.

બૂથ કાર્યકર્તાએ શું કરવાનું છે?

બૂથ કાર્યકર્તાએ શું કરવાનું છે?

રણનીતિ પ્રમામે બૂથ લેવલના દરેક કાર્યકર્તાને તેમના વિસ્તારમાં દરેક પરિવારના મુખ્ય સભ્યના નામની પરિવાર ચિટ્ઠી મળશે. તેમણે બસ આ પરિવારમાં જઈને તેના સભ્યોનો સંપર્ક કરીને તેમને મોદી સરકારે કરેલા કામ યાદ કરાવવાના છે. મતદાનના દિવસે તેમને મતદાન મથક અંગેની તમામ માહિતી આપવાની હોય છે, જેથી છેલ્લી ઘડીએ મતદારોને કોઈ મુસ્કેલી ન પડે. સાથે જ સોશિયલ મીડિયા દ્વારા ચૂંટણી થાય ત્યાં સુધી સતત તેમના સંપર્કમાં રહેવાનું છે. ભાજપને ભરોસો છે કે તેમના માટે મતદારોમાં જેટલું સમર્થન છે, તેટલું જો દરેક બૂથ લેવલ વર્કર મતમાં બદલી શક્શે તો બૂથ પર જીત પાક્કી છે. આ રીરે એક એક બૂથ જીતવાથી બેઠક જીતવાની પણ ગેરેંટી છે. પક્ષના સૂત્રોની વાત માનીએ તો જ્યાં જીતની સરસાઈ કમ રહેવાની શક્યતા છે, ત્યાં ભાજપ સંગઠનાત્મક શક્તિથી આ અંતર વધારી શકે છે.

દરેક મોરચે અલગ અલગ જવાબદારી

દરેક મોરચે અલગ અલગ જવાબદારી

યુપીની બાકીની 27 બેઠકો પર ભાજપ કઈ રીતે ધ્યાન આપી રહી છે, તેનો અંદાજ એ વાત પરથી આવે છ કે ભાજપે 12 અને 19 તારીખના મતદાન માટે દરેક મોરચાને એક્ટિવ કર્યો છે. પક્ષના મહિલા મોરચા, કિસાન મોરચા અને યુથ વિંગ સૌને એક એક મતદારો સાથે સીધો સંપર્ક કરીને અને તેમને મોદી સરકારના કામ તેમજ કલ્યાણકારી યોજનાઓને યાદ કરાવવા તેમજ તેમને પૂરી માહિતી આપવાની જવાબદારી સોંપાઈ છે. પક્ષની મહિલા કાર્યકર્તાઓ એ ઘરોમાં જશે, જેમને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે તેઓ એ જ ઘરમાં ચા પીશે જ્યાં ઉજ્જવલા યોજનાને કારણે ગેસ પહોંચ્યો છે. અને લાભાન્વિત મહિલા સાતે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે. આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને શૌચાલયનો લાભ જેને મળ્યો છે તે લાભાર્થીઓના ઘરે જઈને તેમને વોટિંગ માટે મોટિવેટ કરવા નિર્દેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત મોટા ભાગના ઘર મહિલાોના નામ પર જ અપાયા છે આ જ રીતે કિસાન મોર્ચાના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે વાત કરશે અને કિસાન સમ્માન નિધિ અંતર્ગત મળેલા 6 હજાર રૂપિયા અંગે માહિતી આપશે. મોદી સરકારના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો અને પાક વીમા યોજનાઓ યાદ કરાવશે. યુથ વિંગના કાર્યકર્તાઓ યુવા મતદારોને ખાસ કરીને પહેલીવાર મત આપતા વોટર્સ સાથે મુલાકાત કરસે. અને તેમને મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ્સ, સ્કિલ ઈન્ડિયાના લાભ અને હકીકત અંગે માહિતી આપીને મતદારોને બૂથ સુધી લાવવાની જવાબદારી નિભાવશે.

યુપીમાં 50 આંકડો આસાનીથી થશે પાર

યુપીમાં 50 આંકડો આસાનીથી થશે પાર

કદાચ ભાજપના મોવડી મંડળને એટલો તો અહેસાસ છે કે તેમના માટે આ વખતે યુપીમાં ટક્કર 2014 જેટલું આસાન નથી. માયા-અખિલેશના ભેગા થવાથી મોદી શાહની જોડી પણ નિશ્ચિંત નહીં હોય. પરંતુ ત્રણ રાજ્યોમાં સક્રિય ભાજપના એક નેતા કહે છે કે આ નવું ભાજપ છે,'આ અટલ બિહારી વાજપેયી કે એલ કે અડવાણીનું ભાજપ નથી. મોદી અને શાહ બંનેની ચૂંટણીને લગતી રણનીતિ એકદમ અલગ છે. તેઓ ચૂંટણીને એક યુદ્ધની જેમ લડે છે. કોઈ પણ ચીજ નજર અંદાજ નથી કરતા અને છેલ્લે સુધી હથિયાર નથી મૂક્તા.' તેઓ એવું પણ કહે છે કે,'બંને નેતાઓએ ભાજપમાં નવું વલણ અપનાવ્યું છે, અને નવો માહોલ ફક્ત સફળતા માટે છે- એક એક ઈંચની લડાઈ લડવામાં આવશે.' યુપીની સ્થિતિ પર શાહ સહિતના પાર્ટીના મોટા નેતાઓ દરેક ક્ષણે નજર રાખી રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે,'જ્યારે ચૂંટણી પ્રચાર શરુ થયો ત્યારે જ પાર્ટીએ (જીત પાક્કી માનીને ચાલતી હતી) 30 બેઠકોથી શરૂઆત કરી હતી. કારણ કે અમને ગઠબંધનના પડકારો અંગે અંદાજ હતો. પરંતુ રોજ સ્થિતિ સુધરી રહી છે. છેલ્લા અનુમાન પ્રમાણે ભાજપ યુપીમાં 50 બેઠકો તો જીતી જ લેશે. '

દરેક બેઠક પ્રમાણે રણનીતિ

દરેક બેઠક પ્રમાણે રણનીતિ

યુપીમાં ભાજપને જે બેઠક પર પડકાર મળી રહ્યો છે, પક્ષ તે આધારે બૂથ મેનેજમેન્ટ કરી રહ્યો છે. તેમાં જાતીય સમીકરણ, રાષ્ટ્રવાદ કે સામ્પ્રદાયિક ધ્રુવીકરણના મુદ્દા પણ સામેલ છે. ભાજપના નેતાઓ સ્વીકારે છે કે સપા-બસપા એક બીજાના ઉમેદવારોમાં પોતાના વોટ ટ્રાન્સફર કરાવવામાં સફળ રહ્યા છે. પરંતુ ભાજપના નેતાઓને એ વાતનું પણ ધ્યાન રાખે છે કે ભાજપનું બૂથ લેવલ મેનેજમેન્ટ સુપર હ્યુમન જેવું છે. તે દાવાની સાથે કહે છે કે બૂથ મેનેજમેન્ટમાં તેમની સાથે કોઈ ટક્કર ન લઈ શકે. પક્ષની બૂથ કમિટી, સેક્ટર કમિટી અને મંડલ યુનિટ મહિનાઓથી એક્ટિવ છે. અને ખુદ વડાપ્રધાન તેનું ધ્યાન રાખી રહ્યા છે. તેમને વોટર લિસ્ટમાં મતદારોનું નામ સામેલ કરાવવા, તેમના હાથ સુધી વોટિંગ સ્લીપ અને પક્ષનો સંદેશ પહોંચાડી છેલ્લે મત આપવા સુધીની જવાબદારી સોંપાઈ છે. રાજ્યમાં ભાજપ માટે કામ કરતા એક નેતાનું કહેવું છે કે,'યુપીમાં હવે લાસ્ટ માઈલ કનેક્ટિવિટી સૌથી વધુ મહત્વની છે. અમે એક વ્યક્તિને નક્કી કરીને કામ કરી રહ્યા છીએ

યુપીના પરિણામોને લઈ ભાજપમાં આત્મવિશ્વાસ સાથે પક્ષના એક સીનિયર નેતા પૌરાણિક હિંદુ કથાનું ઉદાહરણ આપે છે. તેમનું કહેવું છે કે પૌરાણિક કથા પ્રમાણે, 'જે મહેનત કરે છે, ભગવાન તેને જ ફળ આપે છે. તપસ્યા અને પ્રાર્થનાથી અસુરોને પણ ખતરનાક હથિયારો મળ્યા હતા.' એટલે તેમનું માનવું છે કે જે મહેનત કરે છે, ઈશ્વર સફળતા પણ તેને જ આપે છે.

English summary
In Uttar Pradesh bjp banks on 48 hour booth management against caste equation of sp bsp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X