For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: લોકોએ પોલીસની ડંડાથી પીટાઈ કરી, જીવ બચાવી ભાગી પોલીસ

ઉત્તરપ્રદેશ ના બલરામપુર માં ગોરા ચોરાહા ચોકી ક્ષેત્રના મદીલાં નોબસ્તા ગામની રાપ્તી નદીમાં કેટલાક દિવસો પહેલા ગુમ થયેલા યુવકનું શવ મળી આવ્યું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશ ના બલરામપુર માં ગોરા ચોરાહા ચોકી ક્ષેત્રના મદીલાં નોબસ્તા ગામની રાપ્તી નદીમાં કેટલાક દિવસો પહેલા ગુમ થયેલા યુવકનું શવ મળી આવ્યું. શવ મળવાની સૂચનાથી આવેલી પોલીસને જોઈને ગામ લોકો ગુસ્સે થઇ પોલીસ ટીમ પર પથરાવ કર્યો. એટલું જ નહીં પરંતુ તેમને પોલીસ ટીમને દોડાવી દોડાવીને ડંડાથી પીટાઈ કરી. જેમાં એક મહિલા ચોકી અધ્યક્ષ સહીત ચાર પોલીસકર્મી ઘાયલ થઇ ગયા. પોલીસે આ મામલે બે ડઝન જેટલા લોકોને હિરાસતમાં લીધા છે.

police

આપને જણાવી દઈએ કે નોબસ્તા ગામનો યુવક ધનીરામ 25 ફેબ્રુઆરી દરમિયાન સાંજે ગાયબ થઇ ગયો હતો. ગામ લોકોએ ધનીરામ ની ઘણી શોધ કરી પરંતુ તેનો કોઈ જ પતો મળ્યો નહીં. પરિવારે તેના સસુરાલ પક્ષ તરફ તેને ગાયબ કરવાની પોલીસમાં ફરિયાદ કરી. આપને જણાવી દઈએ કે 28 ફેબ્રુઆરી દરમિયાન ધનીરામની લાશ રાપ્તી નદીમાં તરતી જોવા મળી. સૂચના મળતા પહોંચેલી પોલીસ લાશને પોતાના કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તૈયારી કરી રહી હતી. ત્યાં જ ગુસ્સે ભરાયેલા ગામના લોકો પહોંચી ગયા અને પોલીસ પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવવા લાગ્યા.

police

પોલીસ ટીમને દોડાવી દોડાવીને ડંડાથી પીટાઈ કરી

જોત જોતામાં મહિલા, બાળકો અને પુરુષો ઘ્વારા પોલીસ ટીમ પર હુમલો કરી દેવામાં આવ્યો. પોલીસકર્મીઓ ઘ્વારા ભાગીને પોતાનો જીવ બચાવ્યો. આ દરમિયાન મહિલા ચોકી અધ્યક્ષ મીના સિંહ સહીત ચાર પોલીસકર્મીઓ ઘાયલ થઇ ગયા. કેટલાક પોલીસ જીપમાં ભાગી ગયા તો કેટલાક લોકોને ગામ લોકોએ ઘેરીને ખુબ જ ખરાબ રીતે માર્યો. ત્યારપછી ચોકીની ફોર્સ આવીને મામલો નિયંત્રણમાં કર્યો. ગામ લોકોને ભગાવવા માટે આશું ગેસના ગોળા છોડવામાં આવ્યા. પોલીસે આ મામલે બે ડઝન જેટલા લોકોને હિરાસતમાં લીધા છે.

English summary
Women men beat up the policemen in balrampur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X