For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક સીડી કાંડઃ મહિલાએ Video પોસ્ટ કરી સરકાર પાસે સુરક્ષા માંગી

કર્ણાટક સીડી કાંડઃ મહિલાએ Video પોસ્ટ કરી સરકાર પાસે સુરક્ષા માંગી

|
Google Oneindia Gujarati News

કર્ણાટકની રાજનીતિમાં સેક્સ સીડી કાંડે હડકંપ મચાવ્યો છે. આ મામલે હવે દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. શનિવારે બેંગ્લોર પોલીસે ભાજપી ધારાસભ્ય રમેશ જારકીહોલીની ફરિયાદ પર અજાણ્યા લોકો સામે ષડયંત્ર અને બ્લેકમેલિંગનો મામલો નોંધ્યો છે. ભાજપી નેતાની ફરિયાદના ઠીક એક કલાક બાદ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલાએ કર્ણાટક સરકાર પાસે સુરક્ષા માંગી છે. તેને અને તેના પરિવારને ખતરો હોવાનું મહિલાએ જણાવ્યું. જણાવી દઈએ કે આ સીડીમાં રમેશ મારકીહોલી એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળી રહ્યા હતા. વીડિયો સામાજિક કાર્યકર્તા દિનેશ કલ્લાહલ્લીએ શેર કરતાં આરોપ લગાવ્યો હતો કે રમેશ જારકીહોલીએ મહિલાને નોકરી અપાવવાના નામે યૌન શોષણ કર્યું. જેને લઈ જ્યારે રાજનૈતિક બબાલ મચી ત્યારે રમેશ જારકીહોલીએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું.

karnataka

આ પહેલીવાર નથી જ્યારે વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા સામે આવી હોય. તેણે બીજીવાર 34 સેકન્ડનો વીડિયો જાહેર કર્યો અને કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈ પાસે સુરક્ષાની અપીલ કરી છે. મહિલાએ કહ્યું કે 'મને ખબર નથી કે તેણે વીડિયો સાથે શું અને કેવી રીતે કર્યું પરંતુ વીડિયો આવ્યા બાદ મારા પરિવારની પ્રતિષ્ઠા હંમેશા માટે ખતમ થઈ ગઈ. લોકો સતત અમારા ઘરે આવીને મારી અને મારા પિતાની પૂછપરછ કરી રહ્યા છે.' મહિલાએ આરોપ લગાવ્યો કે સીડી રમેશ જારકીહોલી તરફથી જાહેર કરવામાં આવી છે. મહિલાએ કહ્યું કે જ્યારથી વીડિયો વાયરલ થયો છે ત્યારથી મેં ઓછામા ઓછી 4 વાર આત્મહત્યા કરવાની કોશિશ કરી. એટલું જ નહિ, મારા મા-બાપે પણ આત્મહત્યાની કોશિશ કરી.

મહિલાએ કહ્યું કે અમારા પરિવારની સુરક્ષા માટે કોઈ નથી. અમારી પાસે રાજનૈતિક સમર્થન પણ નથી. રમેશ જારકીહોલીએ મને નોકરીની ઑફર આપી હતી અને ફોસલાવીને વીડિયો બનાવી લીધો. મહિલાએ કહ્યું કે ગૃહમંત્રી બોમ્મઈ પાસે સુરક્ષા માંગું છું. તેણે જોર આપીને કહ્યું કે વીડિયો કેવી રીતે રેકોર્ડ કર્યો તેની ખબર નથી. વીડિયોના સ્રોત અને સત્યતા તપાસવાની બાકી છે. જ્યારે બીજી તરફ મહિલાનો બીજો વીડિયો સામે આવ્યા બાદ રમેશ જારકીહોલીએ કર્ણાટકના ગૃહમંત્રી સાથે તેમના આવાસે મુલાકાત કરી. તેમણે કહ્યું કે તેને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

West Bengal: ચૂંટણી મોડ પર મમતા બેનરજી, વ્હિલચેર પર શરૂ કર્યો રોડ શોWest Bengal: ચૂંટણી મોડ પર મમતા બેનરજી, વ્હિલચેર પર શરૂ કર્યો રોડ શો

English summary
women on tape with ramesh jarkiholi demand security for her family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X