લોકસભા બાદ રાજ્યસભામાં પણ મહિલા અનામત બિલ પાસ, 100 ટકા બહુમતિથી બિલ પાસ થયુ
મહિલા અનામત બિલને લઈને રાજનીતિ ચરમ પર છે ત્યારે હવે લોકસભા બાદ બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયુ છે. રાજ્યસભામાં બિલ 100 ટકા બહુમતિ સાથે પસાર થઈ ગયુ છે.
સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભામાં પસાર થયા બાદ બિલ આજે લોકસભામાં રજુ કરાયુ હતુ. અહીં બિલ સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું. તમામ પક્ષોએ આ બિલને સમર્થન આપ્યું.

રાજ્યસભામાં બિલના સમર્થનમાં 215 વોટ પડ્યા અને તેની વિરુદ્ધમાં કોઈ પણ સાંસદે વોટ ન આપ્યો. લાંબી ચર્ચા બાદ બુધવારે લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું. બીજી તરફ લોકસભામાં આ બિલની તરફેણમાં 454 અને વિરોધમાં 2 વોટ પડ્યા હતા.
આ બિલમાં મહિલાઓને લોકસભા અને વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં બંધારણ (128મો સુધારો) બિલ 2023 રજૂ કર્યું હતું.
જણાવી દઈએ કે, આ બિલમાં ઓબીસી અનામતને લઈને રાજનીતિ થઈ રહી છે. એક તરફ વિપક્ષી પાર્ટીઓ બિલમાં ઓબીસી અનામતની માંગ કરી રહી છે તો બીજી તરફ બીજેપી સહિતના સત્તામાં સામેલ પક્ષો તેને નકારી રહ્યા છે.












Click it and Unblock the Notifications
