સાતમા તબક્કામાં મતદાન કરવામાં પુરુષો કરતા મહિલાઓ આગળ

ગાંધીનગર, 1 મે : લોકસભા ચૂંટણી 2014ના સાતમા તબક્કાના મતદાનમાં પુરુષની સરખામણીએ મહિલા મતદાતાઓ મતદાન કરવા વધારે આગળ આવી છે. આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીઓમાં આગળ છ તબક્કાની 438 બેઠકો પર થયેલા મતદાનની સરખામણીએ સાતમા તબક્કાની બેઠકો પર થયેલા મતદાનમાં પુરુષો કરતા મહિલા મતદારો વધારે આગળ નીકળી ગઇ છે.

ચૂંટણી પંચે વધારે વિગતો આપતા જણાવ્યું કે પાછલા તબક્કામાં સરેરાશ મતદાન 57.61 ટકા રહ્યું હતું. જ્યારે સાતમા તબક્કામાં મતદાન 66.20 ટકા રહ્યું છે.

muslim-voters

આ પાછળનું કારણ જણાવતા દિલ્હીમાં ચૂંટણી પંચના ડાયરેક્ટર જનરલ અક્ષય રાઉતે કહ્યું કે આ વખતે પોસ્ટલ બેલેટની ગણતરી કરવાથી મતદાનની ટકાવારી વધી છે. અત્યાર સુધીમાં 438 બેઠકો પર મતદાન યોજાઇ ગયું છે જેમાં 44.28 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

તેમણે જણાવ્યું કે જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મહિલા મતદારો મતદાન કરવામાં આગળ નીકળી ગઇ છે તેમાં અરૂણાચલ પ્રદેશ, ગોવા, મેઘાલય, સિક્કીમ, ચંદીગઢ, ઓડિશા, મણિપુર, પુડુચ્ચેરી અને તમિલનાડુનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીની સરખામણીમાં 28માંથી 26 રાજ્યોમાં વધારે મતદાન નોંધાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X