અડવાણી રાજકારણમાંથી ખસ્યા, બાબરી મસ્જિદ મામલે ફસાયા

Written By:
Subscribe to Oneindia News

બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે સુપ્રીમ કોર્ટ તરફથી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને અન્ય આરોપીઓને મોટો ઝાટકો લાગ્યો છે. કોર્ટે કહ્યું કે, અડવાણી અને અન્ય આરોપીઓ પર લગાવવામાં આવેલા આરોપો તકનીકી કારણોને લીધે ખસેડી ન શકાય. નીચલી અદાલતમાં સુનાવણી દરમિયાન વર્ષ 2001માં આ નેતાઓને આરોપમુક્ત કરવામાં આવ્યા હતા.

advani

સીબીઆઇ એ 9 મહિના બાદ કરી અપીલ

નીચલી અદાલતના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. કોર્ટે આગળ પણ ઘણીવાર આ સવાલ કર્યો હતો કે, આ મામલે કાવતરુ ઘડવાનો આરોપ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને કલ્યાણ સિંહ પર ફરીથી કેમ લગાવવામાં નથી આવતો? નીચલી અદાલત દ્વારા આ નેતાઓને આરોપમુક્ત કરવામાં આવ્યા હતા, વર્ષ 2010માં ઇલાહાબાદ હાઇકોર્ટે પણ આ નિર્ણય જ જાળવી રાખ્યો હતો. આ મામલે સીબીઆઇ એ 9 મહિના બાદ અપીલ કરી છે.

અહીં વાંચો - સરેન્ડર ન કરતાં ગાયત્રી પ્રજાપતિની સંપત્તિ 6 માર્ચ સુધીમાં થશે જપ્ત

કોર્ટમાં કરી હતી આ દલીલ

સીબીઆઇની અપીલ વિરુદ્ધ અડવાણી અને અન્ય આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી આ આરોપ બરખાસ્ત કરવાની માંગ કરી હતી. સોમવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોઇ આરોપીને આરોપમુક્ત જાહેર કરવામાં નહીં આવે. કારણ કે તેઓ કેસના તકનીકી કારણો સાતે પણ જોડાયેલાં છે.

કોર્ટે બાબરી મસ્જિદ વિદ્વંસ મામલે સુનાવણીમાં થઇ રહેલા વિલંબ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે આની સાથે જોડાયેલા મામલાઓને એક સાથે જોડીને સુનાવણી કરવામાં આવે.

English summary
Wont drop charges against LK Advani and others in Babri case says supreme court.
Please Wait while comments are loading...