વધુ સસ્તી થશે આ રોજિંદી વસ્તુઓ, જીએસટીમાં થશે ફેરફાર, PM એ આપ્યા સંકેત
પીએમ નરેન્દ્ર મોદીએ વસ્તુ તેમજ સેવા કરને સરળ બનાવવાના સંકેત આપ્યા છે.
આવનારા દિવસોમાં રોજિંદી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. વાસ્તવમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આના સંકેત આપ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ વસ્તુ તેમજ સેવા કરને સરળ બનાવવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યુ કે તેમની સરકાર ઈચ્છે છે કે રોજિંદી વસ્તુઓની 99% વસ્તુઓ જીએસટીના 18% સ્લેબમાં આવી જાય.

એક ખાનગી ટીવી ચેનલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યુ કે જીએસટી લાગુ થતા પહેલા માત્ર 65 લાખ ઉદ્યમ રજિસ્ટર્ડ હતા. હવે આમાં 55 લાખની વૃદ્ધિ થઈ છે. તેમણે સંકેત આપ્યા કે જીએસટી સ્લેબમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આને વધુ સરળ બનાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે કોશિશ કરવામાં આવી રહી છે કે 99% વસ્તુઓ જીએસટીના 18% સ્લેબમાં આવી જાય. તેમણે સંકેત આપ્યા કે 28 ટકાવાળા સ્લેબમાં માત્ર લક્ઝરી ઉત્પાદનો શામેલ હશે.
પીએમે કહ્યુ કે સરકારની કોશિશ છે કે સામાન્ય જનતાના ઉપયોગમાં આવતી મોટાભાગની વસ્તુઓ 18% કે તેનાથી ઓછા સ્લેબમાં રાખવામાં આવે. તેમણે કહ્યુ કે જીએસટી લગભગ સ્થાપિત થઈ ચૂક્યો છે અને તેમાં સતત સુધારા ચાલુ છે. તેમણે કહ્યુ કે જીએસટી લાગુ થવાથી વેપારમાં અડચણો દૂર થઈ રહી છે અને દેશની અર્થવ્યવસ્થા પારદર્શી થઈ રહી છે. પીએમે કહ્યુ કે જીએસટીના કારણે ભ્રષ્ટાચાર રોકવામાં મદદ મળી રહી છે. કરચોરી હવે ભૂતકાળ બની ગયો છે. જીએસટીના કારણે પારદર્શિતા આવી રહી છે.












Click it and Unblock the Notifications
