For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World humanitarian day : પરંતુ વિશ્વમાંથી ખતમ થઇ રહી છે માણસાઇ!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: આજે વિશ્વ માનવતાવાદ દિવસ છે. પરંતુ અફસોસ આજે ફક્ત ભારત જ નહી પરંતુ વિશ્વ પણ આતંકવાદની આગમાં દાઝી રહ્યો છે. અમાનવીય ઘટનાઓની યાદી દિવસે ને દિવસે લાંબી થતી જાય છે. માનવ અધિકારોને નેવે મુકીને આ આતંકવાદી અથવા અલગાવવાદી બીજા મનુષ્યોના જીવ લેતાં પહેલાં અચકાતા પણ નથી. આઇએસઆઇએસે પોતાના તમામ વીડિયોને સોશિયલ સાઇટ્સ પર શેર કર્યો છે, જેમાં તેમની ક્રુરતાની સીમા આંકવામાં આવતી નથી. એવામાં માનવતા દિવસ ઉજવવો ક્યાંક ખોખલો લાગી રહ્યો છે.

કરોડોની સંખ્યામાં દરરોજ મરતા લોકોને જોતાં એટલું જ કહી શકાય કે દુનિયામાંથી માણસાઇ ખતમ થતી જોવા મળી રહી છે. ક્યાંક આતંકવાદમાં હજારો લોકો નિર્મમતાની સાથે મારી નાખવામાં આવે છે તો ક્યાંક બળાત્કારોનો સિલસિલો રોકાવવાનું નામ લઇ રહ્યો નથી.

જો કે અમે અહીં બતાવવા જઇ રહ્યાં છીએ, વિશ્વની કેટલીક અમાનવીય ઘટનાઓ, જેનાથી માનવતામાંથી લોકોનો વિશ્વાસ ડગી રહ્યો છે.

દરેક સ્લાઇડર પર વાંચો, વિશ્વની અમાનવીય ઘટનાઓ સાથે જોડાયેલી જાણકારી.

 લાખો લોકોના ઉતાર્યા મોતના ઘાટ

લાખો લોકોના ઉતાર્યા મોતના ઘાટ

ઇસ્લામિક આતંકવાદી સમૂહ આઇએસઆઇએસે બધા માનવીય આધારોને ડગમગાવી દિધા છે. હજારો ઇરાકી નાગરિકોને ગોળીઓથી વિંધી દિધા બાદ હવે તે ઇરાકમાં રહેતા યાજિદી સમૂહોની સાથે પણ અતિ ક્રુર વ્યવહાર કરી રહ્યાં છે. એટલું જ નહી આઇએસઆઇએસ આતંકવાદીઓએ બાળકો પર દયા રાખી નથી. આતંકવાદીએ અત્યાર સુધી હજારો મહિલાઓ તથા બાળકોને જીવતા દફનાવી દિધા છે.

 2000થી વધુ લોકોના મોત

2000થી વધુ લોકોના મોત

અમેરિકા અને સંયુકત રાષ્ટ્રના તમામ પ્રયત્નો છતાં ઇઝરાયેલ-ગાજા યુદ્ધવિરામ માટે તૈયાર નથી. પરંતુ ઇઝરાયેલ-હમાસ વચ્ચે આ યુદ્ધમાં હજારો માસૂમોની હત્યા કરવામાં આવી રહી છે. ઇઝરાયેલ દ્વારા ઘણા રોકેટ મુખ્ય વિસ્તારમાં છોડવામાં આવી રહ્યાં છે. જેના લીધે લાખો લોકો બેઘર થઇ ગયા છે, જ્યારે હજારોને જીવ ગુમાવવો પડ્યો છે.

રમખાણોમાં નંબર વન યુપી

રમખાણોમાં નંબર વન યુપી

સહારનપુર રમખાણો હોય કે પછી મુજફ્ફરનગર. કેટલાક દિવસો સુધી ચાલનાર રમખાણોની અસર વર્ષો સુધી જોવા મળે છે. આ પહેલાં હજારો લોકો પ્રભાવિત થયા છે. બીજી તરફ આ રમખાણો વચ્ચે રાજકીય રોટલા શેકનારાઓને સોનેરી તક મળી જાય છે. પરંતુ તેમાં ફસાયેલા હજારો લોકોનું દર્દ કદાચ જ કોઇ સમજી શકે છે.

 બળાત્કારોની સંખ્યા ડરાવનારી

બળાત્કારોની સંખ્યા ડરાવનારી

ભારત જેવા દેશમાં જ્યાં દરરોજ લગભગ 93 પુત્રીઓ, બહેનોની ઇજ્જતની સાથે ખિલવાડ કરવામાં આવે છે. ત્યાં છોકરીઓની સુરક્ષા પર પ્રશ્નચિહ્ન ઉઠવો કોઇ નવી વાત નથી. કાયદાનો ડર જાણે ગાયબ થયો જાય છે. દેશના હાઇકમાંડ ભલે સુરક્ષાની ગમે તેટલી વાત કરી લે. પરંતુ સચ્ચાઇનો ભયાનક ચહેરો બધાની સામે છે.

 આતંકવાદ છે મોટી સમસ્યા

આતંકવાદ છે મોટી સમસ્યા

આતંકવાદ જેવી વિકટ સમસ્યાથી ફક્ત ઇરાક જ નહી, વિશ્વના ઘણા દેશો ઝઝૂમી રહ્યાં છે. ઇરાક હોય કે સીરિયા, નાઇઝેરિયા, યૂક્રેન, ભારત, પાકિસ્તાન લગભગ દરેક દેશ આતંકવાદના ફાંસીયામાં ફસાયેલ છે. કોઇ તેને મુકાબલો કરી રહ્યો છે તો કોઇ તેની સામે હારતું જોવા મળી રહ્યું છે.

 વર્ષોથી સીરિયા ઝઝૂમી રહ્યું છે

વર્ષોથી સીરિયા ઝઝૂમી રહ્યું છે

સીરિયા વર્ષોથી આતંકવાદના શિકંજામાં દબાયેલા છે. આઇએસઆઇએસ જ નહી, પરંતુ ત્યાં અન્ય આતંકી સંગઠનોનો પણ ગઢ છે. 2011માં શરૂ થયેલ ગૃહ યુદ્ધ અહીં ભયાનક સ્વરૂપ લઇ ચૂક્યું છે. જેના લીધે લાખોના મોત થયા છે, જ્યારે કરોડો બેઘર થયા છે.

English summary
On this World humanitarian day know how humanity is on extinction in this world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X