For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનને પાછળ રાખી બિહારમાં બન્યું દુનિયાનું સૌથી લાંબુ વાઇ-ફાઇ ઝોન

|
Google Oneindia Gujarati News

પટણા, 20 ફેબ્રુઆરી: દુનિયામાં ભલે આઇટી માટે ભારતના બેંગલૂરુ શહેરનું નામ જાણીતું હોય પરંતુ હવે દુનિયામાં સૌથી મોટા વાઇફાઇ નેટવર્ક માટે બિહારનું પટણા શહેરને ઓળખવામાં આવશે. જો આપ બિહારના પટણા શહેરમાં છો તો અશોક રાજપથથી લઇને એનઆઇટી પટણા સુધી આપે તમારા ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે અહીંથી 20 કિલોમીટરના સફરમાં આપ ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરી શકો છો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઇ બિહાર સમિટ દરમિયાન રાજ્યમાં 20 કિલોમીટર ફ્રી વાઇફાઇ ઝોનનું ઉદઘાટન કર્યું ત્યારબાદ તે દુનિયાંનું સૌથી લાંબુ વાઇ-ફાઇ ઝોન બની ગયું છે.

બિહાર રાજ્ય વિશે હંમેશા એવું કહેવામાં આવે છે કે ભારતનું સૌથી ગરીબ અને પછાત રાજ્ય છે, પરંતુ દુનિયાના નકશામાં હવે બિહારનું નામ સૌથી લાંબા વાઇફાઇ ઝોન માટે જાણવામાં આવશે.

wifi
આ ઉપરાંત સમિટમાં શહેરની દેખરેખ અને ડાયલ 100 જેવી બીજી ઘણી સુવિધાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું, જેની મદદથી પટનામાં મહત્વપૂર્ણ સ્થળો પર 100થી વધારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આના માટે ડેટા સેંટર પણ બનાવવામાં આવશે, જ્યાં આ તમામ કેમેરાનું રેકોર્ડિંગ સેવ થશે.

સમિટમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે 200 એકર જમીન પર આઇટી સિટી બનાવવાની જાહેરાત પણ કરી છે જેના માટે સરકારે મંજૂરી પણ આપી દીધી છે. આ પહેલા સૌથી લાંબુ વાઇ-ફાઇ ઝોન ચાઇનાના નામે હતું, જેની લંબાઇ 3.5 કિલોમીટર છે જે હવે બીજા નંબર આવી ગયું છે.

English summary
If you have an internet enabled device and you are anywhere on the stretch from NIT-Patna on Ashok Rajpath to Danapur, you can now access the internet free of cost.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X